શોધખોળ કરો
Advertisement
TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો.
સુરતઃ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની પુણા પોલીસે હત્યાની કોશિશના ગુનામાં ધરપકડ કરી છે. કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન કીર્તિના મિત્રએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમયે કીર્તિ પણ ઘટનામાં હાજર હોય હુમલા મામલે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
થોડા દિવસ પહેલા જ વન વિભાગે કીર્તિ પટેલને ઘુવડ સાથે વીડિયો બનાવવા બદલ દંડ ફટકાર્યો હતો. ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટારને રૂપિયા 25 હજારનો દંડ ફટકાર્યો હતો. કિર્તી પટેલે તે સમયે કોઇ પણ જાતનો વિરોધ કર્યા વગર દંડ ભરી દીધો હતો એટલું જ નહીં દંડની રસીદ સાથે પણ વીડિયો બનાવ્યો હતો અને લોકોને આવી ભૂલ નહીં કરવા અપીલ પણ કરી હતી.સુરતમાં ટિકટોક સ્ટાર તરીકે કિર્તી પટેલ એટલા માટે જાણીતી બની છે કારણ કે, તે જુદા જુદા ટોપિક પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
શું છે મામલો
કીર્તિ પટેલ ફરી વિવાદોમાં સપડાઈ છે અને હવે તેને માત્ર દંડ નથી ફટકારવામાં આવ્યો પરંતુ સીધી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ટિકટોક વીડિયો બાબતે રઘુ બોળીયા અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ વચ્ચે બબાલ ચાલી રહી હતી,દરમ્યાન આ બાબતે પહેલા પુણા પોલીસમાં સામસામે ફરિયાદ કરવાની વાત પણ ચાલી રહી હતી. પરંતુ સમાધાન થઈ જતા મામલે થાળે પડ્યો હતો. જે બાદ કીર્તિ પટેલે એક ટિકટોક વીડિયો બનાવ્યો હતો, જેમાં ફરી ધમકીભર્યા સુર નજરે આવ્યા હતા..હવે વેટ & વોચ આગળ શું થશે તમને ખબર પડી જશે,આ વાત ટિકટોક વીડિયોમાં કરતા સમાપક્ષે રઘુ બોળીયા અને તેના મિત્રોએ કીર્તિ પટેલને ફોન પર ધમકીઓ આપવાની શરૂઆત કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.દરમ્યાન કીર્તિ પટેલ અને તેના મિત્ર હનુ ભરવાડ સાથે રઘુ બોળીયા અને તેના મિત્રો સામસામે આવી ગયા હતા. જેમાં કીર્તિના મિત્ર હનું ભરવાડે રઘુ બોળીયા પર હુમલો કરતા કીર્તિ પટેલની સહ આરોપીની ભૂમિકા બદલ ધરપકડ કરાઈ છે.
શું કહ્યું વકીલે
કીર્તિ પટેલના વકીલ દર્શન પટેલે જણાવ્યું હતું કે રઘુ બોળીયા પર કીર્તિએ હુમલો કર્યો ન હતો. હુમલો કરનાર અન્ય વ્યક્તિ છે ત્યારે કીર્તિ પર 307નો ગુન્હો કરાયો છે એ યોગ્ય નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
સુરત
Advertisement