શોધખોળ કરો

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

Surat: સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ચર્ચિત રેગિંગકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં HOD સસ્પેન્ડ કરાયા.
  • ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા બાદ આ વહીવટી કાર્યવાહી થઈ.
  • જુનિયર તબીબોએ કમિટી સમક્ષ ગંભીર રેગિંગની ફરિયાદ કરી.
  • ભવિષ્યમાં HOD અને યુનિટ હેડ રેગિંગ માટે જવાબદાર ગણાશે.

Surat: સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ચર્ચિત રેગિંગકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેગિંગની ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સુમૈયા મુલ્લાને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોલેજમાં થતી રેગિંગથી કંટાળીને ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી.

સસ્પેન્શનના આ સમયગાળા દરમિયાન ડૉ. સુમૈયા મુલ્લાને સરકારી નિયમાનુસાર નિર્વાહ ભથ્થું ચૂકવવામાં આવશે, પરંતુ તેઓ કોઈ પણ ખાનગી નોકરી કે પ્રેક્ટિસ કરી શકશે નહીં. આ ઉપરાંત, સસ્પેન્શન દરમિયાન તેમની બદલી સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે કરવામાં આવી છે.

આ પણ વાંચો...મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?

30 જુનિયર તબીબોના ચોંકાવનારા નિવેદન: "બોન્ડ ન હોત તો વિભાગ છોડી દીધો હોત"

તપાસ કમિટી સમક્ષ 30 જેટલા રેસિડેન્ટ તબીબોએ હાજર થઈને અત્યંત ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જુનિયર તબીબોએ કમિટીને જણાવ્યું હતું કે સિનિયરો દ્વારા આચરવામાં આવતા અસહ્ય ત્રાસ અને રેગિંગથી તેઓ કંટાળી ગયા હતા. જો લાખો રૂપિયાના બોન્ડ ભરવાની મર્યાદા ન હોત, તો તેમણે ક્યારનોય આ વિભાગ છોડી દીધો હોત.

HOD અને ડીનની કાર્યવાહી શંકાના ઘેરામાં

મૃતક ડૉ. હર્ષ પંડ્યા સહિતના જુનિયર તબીબો સિનિયરોની હેરાનગતિ અંગે વિભાગના વડા (HOD) ડૉ. સુમૈયા મુલ્લાને ફરિયાદ કરવા પણ ગયા હતા, પરંતુ ડૉ. સુમૈયા તેમને મળ્યા જ નહોતા. સિનિયરો અને HODના આંખ મીચામણાને કારણે જ આ હોનારત સર્જાઈ હોવાના આરોપો લાગી રહ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ પણ ડીન અને પ્રોફેસરને આ ઘટના માટે જવાબદાર ગણાવ્યા હતા. 

સ્મીમેર મેડિકલ કોલેજનો મોટો નિર્ણય: રેગિંગ થશે તો હવે HOD અને યુનિટ હેડ જવાબદાર

ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યાની ગંભીર ઘટના બાદ સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર સક્રિય થયું છે અને મહત્વનો નિર્ણય લીધો છે:

  • HOD ની સીધી જવાબદારી: હવેથી જો કોલેજમાં કોઈ વિદ્યાર્થીનું રેગિંગ થશે, તો માત્ર એન્ટિ-રેગિંગ કમિટી જ નહીં પરંતુ સંબંધિત HOD અને યુનિટ હેડ પણ સીધા જવાબદાર ગણાશે.
  • ત્વરિત પગલાં: રેગિંગની કોઈ ફરિયાદ કે સંકેત મળે તો તુરંત કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
  • સાક્ષીઓનું રક્ષણ: રજૂઆત કરનાર ફરિયાદી કે સાક્ષી તબીબ સામે કોઈ બદલાની ભાવના કે પ્રતિકાર ન થાય તેની સંપૂર્ણ જવાબદારી HODની રહેશે.
  • જાગરૂકતા: તમામ નવા આવતા વિદ્યાર્થીઓને કૉલેજની એન્ટિ-રેગિંગ નીતિથી માહિતગાર કરવામાં આવશે.

Advertisement

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget