શોધખોળ કરો

Surat Rain: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જળબંબાકાર, સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા

Surat Rain: દર વર્ષે દાવાઓ કરવા છતાં સમસ્યા યથાવત રહેતા પ્રશાસન સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉધના-સચિન વિસ્તારમાં ખાડા પૂરવા ગયેલું મનપાનું ડમ્પર પોતે જ કાદવમાં ફસાઈ ગયું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં અઢી ઇંચ વરસાદમાં નબળી પ્રિ-મોન્સૂન કામગીરી ખુલ્લી પડી.
  • પર્વત પાટિયા સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, લોકો પરેશાન.
  • ઉધના-સચિનમાં મનપાનું ડમ્પર પણ ખાડામાં ફસાયું, પ્રશાસન સામે રોષ વધ્યો.
  • કીમ, કડોદરા સહિત સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર.

Surat Rain: સુરત મહાનગરપાલિકા (SMC) ની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીને કારણે આજે પડેલા પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર થઈ ગયું છે. વરસાદ રોકાયાના ત્રણ કલાક બાદ પણ પર્વત પાટિયા અને પર્વત ગામની સરસ્વતી સ્કૂલ જેવા વિસ્તારો ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી નિર્દોષ વિદ્યાર્થીઓ ભારે હાલાકી વેઠીને સ્કૂલે જવા મજબૂર બન્યા છે. દર વર્ષે દાવાઓ કરવા છતાં સમસ્યા યથાવત રહેતા પ્રશાસન સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉધના-સચિન વિસ્તારમાં ખાડા પૂરવા ગયેલું મનપાનું ડમ્પર પોતે જ કાદવમાં ફસાઈ ગયું હતું.

સુરત જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર પ્રથમ વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કીમ ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક અંબાજી મંદિર પરિસરમાં આવેલા મહાદેવ મંદિરનું શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પ્રશાસન દ્વારા પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ 

સુરત શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. કોસંબા , કીમ, કડોદરા સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. કડોદરાની શ્રી નિવાસ સોસાયટી વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તેમાં પણ નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે પરેશાન થઈ રહી છે. જો કે પાલિકા કર્મચારી ન આવ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને જાતે જ લોકો ગટરના ઢાંકણા ખોલી પાણી કાઢવા રસ્તા શોધવા લાગ્યા હતા. 

સુરત જિલ્લામાં કીમ ચાર રસ્તા પાસે પાણી ભરાયા હતા. પાલોદ ગામ પંચાયત અંતર્ગત આ વિસ્તાર આવે છે. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનોના અડધા ટાયર અને દુકાનના શટર પણ પાણીમાં ગરકાવ થયા. આ સાથે જ કિમ ગામમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા હતા. કૈલાશ સોસાયટી, નવજીવન સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા.                                          

Frequently Asked Questions

સુરતમાં જળબંબાકાર થવાનું મુખ્ય કારણ શું હતું?

સુરત મહાનગરપાલિકાની નબળી પ્રિ-મોન્સૂન કામગીરીને કારણે પોણા ત્રણ ઈંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર થઈ ગયું. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સમસ્યા સર્જાઈ.

વરસાદને કારણે સુરતના કયા વિસ્તારો પ્રભાવિત થયા હતા?

પર્વત પાટિયા, પર્વત ગામ, ઉધના-સચિન, કીમ, કોસંબા અને કડોદરા જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી.

વરસાદ બંધ થયા પછી પણ પાણી કેટલા સમય સુધી ભરાયેલા રહ્યા?

વરસાદ રોકાયાના ત્રણ કલાક બાદ પણ પર્વત પાટિયા અને પર્વત ગામ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા હતા. લોકો અને વિદ્યાર્થીઓને હાલાકી વેઠવી પડી હતી.

વરસાદ દરમિયાન સુરતમાં કોઈ અસામાન્ય ઘટના બની હતી?

હા, ઉધના-સચિન વિસ્તારમાં ખાડા પૂરવા ગયેલું મનપાનું ડમ્પર પોતે જ કાદવમાં ફસાઈ ગયું હતું. કીમ ગામે અંબાજી મંદિર પરિસરમાં શિવલિંગ પાણીમાં ગરકાવ થયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
તબીબનો આપઘાત: ડ્યુટી પર ન પહોંચતા સહકર્મીઓએ કરી તપાસ તો દરવાજો તોડતા જ મળ્યો મૃતદેહ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget