શોધખોળ કરો

Surat: સુરત SOGએ બાતમીના આધારે એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપ્યો

એસઓજી પોલીસને ચોક્ક્સ બાતમી મળી હતી કે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવધ ગામ પાસે એક શખ્સ પિસ્તોલ સાથે ફરી રહ્યો છે.

સુરત: સુરત એસઓજીએ ગોડાદરા વિસ્તારમાંથી એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડયો છે. સ્વતંત્રતા પર્વને લઈ સુરત પોલીસ કમિશનર દ્વારા ગેરકાયદે હથિયારો લઈને ફરતા અને રોફ જમાવી ભયનું વાતાવરણ પેદા કરતા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.  

સુરત એસઓજી પોલીસ પેટ્રોલીંગમાં હતી.  એસઓજી પોલીસને ચોક્ક્સ બાતમી મળી હતી કે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવધ ગામ પાસે એક શખ્સ પિસ્તોલ સાથે ફરી રહ્યો છે. જેના આધારે એસઓજી પોલીસે એક શખ્સ જેનું નામ અસ્લમ અયુબ શાહ (ઉંમર વર્ષ 26) ને પિસ્તોલ જેની કિંમત 25000 રૂપિયા થાય છે તેને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની વિરુદ્ધધમાં આર્મ્સ એક્ટ અનુસંધાને ગુનો નોંધી  વધુ તપાસ હાથ ધરી છે. 

કાશ્મીરથી હથિયાર લાવી ગુજરાતમાં વેચવાના કેસમાં શું થયો મોટો ખુલાસો ?

અમદાવાદમાં કાશ્મીરથી હથિયાર લાવી વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. બનાવટી લાઈસન્સના આધારે હથિયાર વેચાણનું રેકેટ ચાલતું હતું. આ કેસમાં સોલા પોલીસે ગાંધીનગરના પ્રતિક ચૌધરીની ધરપકડ કરી હતી. ઝડપાયેલ પ્રતિક પાસેથી 32 બોરની રિવોલ્વર અને 12 જીવતા કારતૂસ અને 4 ફૂટેલા કારતુસ મળી આવ્યા હતા. કાશ્મીરના રસપાલ કુમાર ફૌજી પાસેથી હથિયાર ગુજરાત લાવી વેચાણ કરતા હતા. આ કેસમાં કોર્ટે ઓરાપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સોલા પોલીસ તપાસ માટે જમ્મુ કાશ્મીર જશે.

પોલીસે શું કહ્યું

જે બાદ ડીસીપી ઝોન- 1 લવિના સિન્હાએ જણાવ્યું, બાતમીના આધારે તપાસ કરી હતી. મુખ્ય આરોપી પ્રતીક ચૌધરી છે, જે આસામ રાઇફલમાં હતો. પ્રતિકે જમ્મુથી હથિયાર મંગાવ્યા હતા. જે વપરાયેલી કારતૂસ મળી આવ્યા, તે ટ્રાયલ માટે વાપર્યા હતા. 3 આરોપી એકબીજાના સંપર્કમાં હતા. 4 - 5 વર્ષથી હથિયારના કામ સાથે જોડાયેલા હતા.  6 ગ્રાહકોને હથિયાર ડિલિવરી કરી હતી. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં હથિયાર વેચાણ કરતા હતા. તેમણે 10 થી 15 લાખ અને 25 લાખમાં હથિયાર વેચ્યા છે, હજુ પણ હથિયાર લાવવાનો હતો. ગ્રાહકો સુરક્ષા માટે જ હથિયાર ખરીદતા હતા અને હથિયારના ફેક લાયસન્સ આપતા હતા. ઝડપાયેલો આરોપી પોતે આર્મીમાં છે કે કેમ તે બાબતે આઇકાર્ડ પણ નથી મળ્યા અને તે ખરાઈ કરવામાં આવશે.

શું છે મામલો

સોલા પોલીસે ઓગણજ સર્કલ પાસે ગઈકાલે બપોરના સમયે એક કારચાલકને શંકાને આધારે રોકીને  તપાસ કરતાં તેની પાસેથી રિવોલ્વર, 12 જીવતા કારતુસ અને ચાર ફુટેલા કારતુસ મળી આવ્યા હતા. આ  રિવોલ્વર જમ્મુ કાશ્મીરથી એક એજન્ટની મદદથી લાવ્યો હતો. એટલું  જ નહી નવ જેટલી રિવોલ્વર સપ્લાય કરીને હથિયારના બનાવટી લાયન્સ બનાવ્યા હતા. આ ખુલાસા બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વધુ યુવકની વધુ પુછપરછ હાથ ધરી છે.સોલા પોલીસનો સ્ટાફ  રવિવારે બપોરના સમયે ઓગણજ સર્કલ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે બાતમી મળી હતી કે  એક કારચાલક વૈષ્ણોદેવી સર્કલ તરફ પસાર થવાનો છે. જેની પાસે હથિયાર છે. જેના આધારે વોચ ગોઠવીને એક વ્યક્તિને શંકાને આધારે રોકીને કારમાં તપાસ કરતા એક રિવાલ્વર, 12 જીવતા કારતુસ અને ચાર ફુટેલા કારતુસ મળી આવ્યા હતા.પુછપરછમાં કારચાલકનું નામ પ્રતિક ઇશ્વરભાઇ ચૌધરી (રહે. પ્રમુખ ટ્રીનીટી, સરગાસણ ચાર રસ્તા, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી જપ્ત કરાયેલી રિવોલ્વર અને કારતુસ અંગે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે જમ્મુ કાશ્મીર ખાતેથી રસપાલકુમાર ફૌઝી (રહે. ફકીરચંદ ગામ,સાહિબ જિલ્લા, કાશ્મીર ) મારફતે મનિન્દર કોતવાલ પાસેથી 65 હજાર રૂપિયામાં ખરીદી હતી.  એટલું જ નહી તેણે આ રીતે 9 થી 10 હથિયાર જમ્મુથી લાવીને  અલગ અલગ લોકોને વેચાણ પણ આપ્યા અને હથિયારના બનાવટી લાયસન્સ પણ આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
સુરત પૂર: 8000થી વધુ કારો બંધ! દિવાળી સુધી કાર વગર ફરવું પડે તેવી સ્થિતિ, વાંચો રિપોર્ટ
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget