શોધખોળ કરો

Surat News: સુરતમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો, વાલીઓમાં ભારે રોષ

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે શાળાના બાળકોમાં પણ ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરત ઉધનામાં શાળા બહાર વિદ્યાર્થી પર છરીથી હુમલો.
  • બોલાચાલી બાદ ઘાયલ બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો.
  • શાળાએ ઘટના બહાર ગણાવી; ઉધના પોલીસે તપાસ હાથ ધરી.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી જ એક અત્યંત હચમચાવી દેતી અને ચિંતાજનક ઘટના સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે હવે શાળાના બાળકોમાં પણ ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક સ્તરે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ઉધનામાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલ બહાર માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થી પર સામાન્ય બોલાચાલીની અદાવતમાં અન્ય વિદ્યાર્થીએ છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.

વર્ગખંડની બોલાચાલીના કારણે હુમલો 

મળતી વિગતો અનુસાર, આ ચોંકાવનારી ઘટના ઉધના વિસ્તારમાં નગર પ્રાથમિક મરાઠી માધ્યમ શાળા નંબર 201માં બની હતી. ગુજરાતી માધ્યમમાં ધોરણ 7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને કોઈ સામાન્ય બાબતે મરાઠી માધ્યમમાં ધોરણ 6 માં ભણતા 11 વર્ષીય વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. શાળા છૂટતાની સાથે જ ધોરણ 7ના વિદ્યાર્થીએ પોતાની પાસે રહેલી છરી વડે ધોરણ 6ના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાને પગલે ભોગ બનનાર માસૂમ બાળક લોહીલૂહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા 11  વર્ષના આ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે.

બીજી તરફ હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીની માતાએ જણાવ્યું છે કે, "બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને આ ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. શાળામાં શિક્ષકો હાજર હતા છતાં પણ તેમના દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી. કોઈ બાળક શાળામાં આ રીતે ચપ્પુ લઈને આવે તે ખૂબ જ ઘાતક અને ખતરનાક બાબત છે."

શાળાના  જણાવ્યા અનુસાર, આ દુઃખદ ઘટના શાળાના કેમ્પસની અંદર નથી બની, પરંતુ શાળા છૂટ્યા બાદ બહાર કોઈ સ્થળે આ ઝઘડો થયો હતો. શાળા તંત્રએ પોતાનો બચાવ કરતા દાવો કર્યો છે કે, સ્કૂલમાં સુરક્ષાને લઈને કોઈ બાંધછોડ કરાતી નથી. રોજ સવારે જ્યારે પણ વિદ્યાર્થીઓ શાળામાં આવે છે ત્યારે સૌપ્રથમ તેમના બેગનું સઘન ચેકિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જ તેમને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવે છે. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. 

Frequently Asked Questions

સુરતમાં કઈ ઘટના બની છે?

સુરતના ઉધના વિસ્તારમાં એક શાળા બહાર ધોરણ 7ના વિદ્યાર્થીએ સામાન્ય બોલાચાલી બાદ ધોરણ 6ના 11 વર્ષીય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

આ ઘટના કયા સ્થળે બની હતી?

આ ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક મરાઠી માધ્યમ શાળા નંબર 201ની બહાર બની હતી. શાળા તંત્રના જણાવ્યા અનુસાર, શાળા છૂટ્યા બાદ આ ઝઘડો બહાર થયો હતો.

આ ઘટનામાં કયા વિદ્યાર્થીઓ સંડોવાયેલા હતા?

મરાઠી માધ્યમના ધોરણ 6માં ભણતા 11 વર્ષીય વિદ્યાર્થી પર ગુજરાતી માધ્યમના ધોરણ 7ના વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલીની અદાવતમાં આ હુમલો થયો હતો.

શાળા તંત્ર આ ઘટના અંગે શું કહી રહ્યું છે?

શાળા તંત્રએ દાવો કર્યો છે કે ઘટના શાળા કેમ્પસની બહાર બની હતી. તેઓ રોજ સવારે વિદ્યાર્થીઓના બેગનું સઘન ચેકિંગ કરીને જ વર્ગખંડમાં પ્રવેશ આપે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Advertisement

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
Embed widget