Crime News: પત્નીએ પ્રેમસંબંધમાં આડખીલી રૂપ બનતાં પતિને કાંટો કાઢવા પ્રેમી સાથે મળી કર્યું આવું કારનામું, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
Crime News: પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો.

Surat Crime News: સુરતના જહાંગીરપુરામાં પતિનો કાંટો કાઢવા પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. પ્રેમીને બોલી પતિને ગળા પર કટર ફેરવી પત્નીએ હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ પતિને સમયસર સારવાર મળી જતાં બચાવ થયો હતો. જહાંગીરપુરા પોલીસે આરોપી પ્રેમી અને પત્નીની ધરપકડ કરી છે.
શું છે મામલો
સુરતના રાંદેર-અંબિક નગર સોસાયટીમાં રહેતા અને નાનપુરામાં કાપડની દુકાનમાં નોકરી કરતાં પુરુષને ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યે જહાંગીરપુરા, વૈષ્ણોદેવી સ્કાય પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં બોલાવી પત્નીએ પ્રેમી સાથે મળી કટરના બે ઘા મારી ગળું ચીરી નાંખવાની કોશિશ કરી હતી. સ્થાનિક લોકોએ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવક લોહીલુહાણ થઈ જશે તેમ માની પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો. સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો.
પત્નીના પ્રેમસંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. પત્ની તેના પ્રેમી સથે ઘર સંસાર માંડવા અધીરી બની હતી. જેથી તેણે પ્રેમી સાથે મળી પતિની હત્યાનો કારસો રચ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પની Twitter પર થઈ વાપસી, મસ્કે જણાવ્યું કેમ ફરી એકાઉન્ટ કરવામાં આવ્યું રિસ્ટોર
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ટ્વિટર પર પાછા ફર્યા છે. ટ્વિટરના નવા માલિક એલોન મસ્કે ટ્વિટ દ્વારા આની જાહેરાત કરી છે. એક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. મતદાનના પરિણામોની વાત કરીએ તો 52 ટકા લોકોએ ટ્રમ્પના ખાતાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. જ્યારે 48 ટકા લોકો તેની વિરુદ્ધ દેખાયા હતા.
ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાની માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, "જનતાએ તેનો જવાબ આપી દીધો છે... ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવશે." અગાઉ, તેણે પ્લેટફોર્મના વપરાશકર્તાઓને પૂછ્યું હતું કે શું પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ.
ટ્રમ્પ પર ટ્વિટર પર શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
6 જાન્યુઆરી, 2021 ના રોજ, યુએસ કેપિટોલમાં રમખાણો થયા હતા અને તેના માટે ડોનાલ્ડ ટ્રમ્પને અમુક અંશે જવાબદાર ગણવામાં આવ્યા હતા. રમખાણોમાં તેની ભૂમિકા અંગે અમેરિકામાં પણ તપાસ ચાલી રહી છે. તે જ સમયે, તે મોટાભાગે ટ્વિટર દ્વારા તેના સમર્થકો સાથે વાત કરતો હતો અને આ જ કારણ હતું કે રમખાણો પછી તરત જ તેના પર સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ તેમની સોશિયલ નેટવર્કિંગ એપ ટ્રુથ સોશિયલ પર સક્રિય છે.



















