શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ.....

ડાયમંડ નગરી સુરતમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવાનો ઇન્કાર કરનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. જોકે, શિક્ષિકાએ પતિ અને પ્રેમી બંનેને ખોવાનો વારો આવ્યો છે.

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ આવ્યો છે. પ્રેમી સાથે લગ્ન કરવા માટે છૂટાછેડા આપવાનો ઇન્કાર કરનાર પતિને પત્નીએ પ્રેમી સાથે મળીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. જોકે, શિક્ષિકાએ પતિ અને પ્રેમી બંનેને ખોવાનો વારો આવ્યો છે. પતિ અને પ્રેમીના તળાવમાં ડૂબી જવાથી મોતના કેસમાં પત્નીની પોલીસે ધરપકડ કરી છે. આજે પત્નીને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી અને વિધવાના રૂપમાં સફેદ સાડી પહેરીને આવી હતી. જ્યાં મેડિકલ ઓફિસર સામે તેને ખોટી રીતે ફસાવવામાં આવી હોવાનું રટણ કરી રહી હતી. મેડિકલ તપાસમાં ખુશ્બૂના કપાળ પર ઈજા નિશાન મળ્યા હતા. સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ..... સુરતના મોરાભાગળ ખાંડાકુવા ખાતે રહેતા કમલ યોગેશભાઇ પટેલની પત્ની ખુશ્બૂ શિક્ષિકા તરીકે રાંદેરની લોકમાન્ય સ્કૂલમાં ફરજ બજાવે છે. સાત વર્ષના લગ્નગાળામાં 3 વર્ષની પુત્રી હોવા છતા ખુશ્બૂ તુષાર ઉત્તમભાઇ પટેલ નામના યુવકના પ્રેમમાં પડી હતી. પત્નીના પ્રેમ અંગે પતિને જાણ થઈ જતા ઝઘડો થયો હતો. જેથી પત્નીને છૂટાછેડા માટે કહ્યું હતું. જોકે, દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી છૂટાછેડાની મનાઈ ફરમાવી દીધી હતી. જેથી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હતું. સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ..... 21મી ઓક્ટોબરના રોજ રાત્રે ખુશ્બૂ પતિ સાથે પિયર સેગવા-વસવારી જવા નીકળી હતી અને કોસમ કંટારાગામ વચ્ચેના તળાવ પાસે પહોંચતા લઘુશંકાના નામે બાઈક ઉભી રખાવી હતી. જ્યાં તુષાર પહેલાંથી હાજર હતો અને તેણે કમલને પકડીને તળાવમાં ખેંચતા તેમની વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, કમલે પણ તુષારને પકડી રાખતા બંને જણા તળાવમાં ગરક થઇ જતા મોતને ભેટ્યા હતા. સુરતમાં પત્નીના આડાસંબંધની પતિને થઈ જાણ, પત્નીએ પ્રેમી સાથે મળી રચ્યું કાવતરું પણ..... તળાવમાંથી બે યુવકોની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ખુશ્બૂએ બાઇક સ્લીપ થઇ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેના શરીર પર કોઇ ઇજાના નિશાન ન હતા. તેમજ બાઇક પણ વ્યવસ્થિત પાર્ક કરવામાં આવી હોવાથી પોલીસને શંકા ગઇ હતી અને પુછપરછમાં ખુશ્બૂ ભાંગી પડતા હકીકત બહાર આવી હતી. આજે ખુશ્બૂને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જેમાં ખુશ્બૂ વિધવાના રૂપમાં સફેદ સાડી પહેરીને આવી હતી. ખુશ્બૂની પોલીસે ધરપકડ કર્યા બાદ સાસરીયાઓ તો આવ્યા નથી પરંતુ પિયર પક્ષના પણ કોઈ મળવા આવ્યું ન હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે પણ સાસરીયા કે પિયર પક્ષનું કોઈ હાજર રહ્યું ન હતું. સિવિલ હોસ્પિટલમાં ખુશ્બૂના નખના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ખુશ્બૂના કપાળ પર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. દરમિયાન ખુશ્બૂ મેડિકલ ઓફિસર સામે તેને ખોટા રીતે ફસાવવામાં આવી હોવાનું રટણ કરી રહી હતી. ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની ક્યાં યોજાશે મતગણતરી,  જાણો વિગત રોહિત શર્માએ કર્યુ મોટું કારનામું, ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મેળવી આ સિદ્ધી, જાણો વિગતે ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં સતત બીજા દિવસે થયું માવઠું, ખેડૂતોના જીવ ચોંટી ગયા તાળવે, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget