શોધખોળ કરો
Advertisement
Surat : બિલ્ડરે યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈને વારંવાર માણ્યું શરીરસુખ, ને પછી તો...
વર્ષ 2019માં પરિણીતાના ઘરે બિલ્ડર તેના ઘરે આવ્યો હતો. આ સમયે બિલ્ડરે યુવતીને ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને યુવતીની અશ્લીલ તસવીરો લઈ લીધી હતી. આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યા.
સુરતઃ વેસૂના 37 વર્ષીય બિલ્ડરે 31 વર્ષીય યુવતીને ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવી અશ્લીલ ફોટા પાડી લીધા હતા અને પછી આ ફોટા બતાવી તેની સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, હવે પરણીત યુવતીએ બિલ્ડર સામે પોલીસ ફરિયાદ કરતાં બિલ્ડર ભાગી ગયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, 37 વર્ષીય બિલ્ડર જીગર મહેતા પુણામાં રહે છે. બિલ્ડરની શહેરમાં અલગ અલગ સાઇટ ચાલે છે. જીગરે સરથાણાની સાઇટનું કામ ભોગ બનનાર યુવતીના પતિને આપ્યું હતું. જેને કારણે તેને આ યુવતીના ઘરે કામથી જવાનું થતું હતું. આ સમયે તેણે કોન્ટ્રાક્ટરની પત્ની સાથે પરિચય કેળવ્યો હતો અને તેનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જેના પર તે અવાર-નવાર ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટના મેસેજ મોકલતો હતો.
દરમિયાન વર્ષ 2019માં પરિણીતા ઘરે એકલી હતી એ સમયે બિલ્ડર તેના ઘરે આવ્યો હતો. આ સમયે બિલ્ડરે યુવતીને ઘેનયુક્ત કોલ્ડ્રિંક્સ પીવડાવીને યુવતીની અશ્લીલ તસવીરો લઈ લીધી હતી. તેમજ આ તસવીરો વાયરલ કરી દેવાની તેમજ તેના પતિ અને સંતાનોને મારી નાંખવાની ધમકી આપી યુવતીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.
આ પછી તો આ નિયમિત થઈ ગયું હતું અને બિલ્ડરને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે તે યુવતી સાથે શરીરસુખ માણતો હતો. યુવતીને બ્લેકમેલ કરીને સુરતને અલગ અલગ હોટલમાં લઈ જઈને તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. એટલું જ નહીં, તે યુવતી સાથે વીડિયો કોલ પર લાંબી લાંબી વાતો કરતો હતો. તેમજ યુવતીને તેના પતિ વિરુદ્ધ ચડાવતો હતો. જેને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા પણ થતાં હતા.
બીજી તરફ બિલ્ડરથી કંટાળી પુણા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસ મંગળવારે રાતે બિલ્ડર જીગર મહેતાને પકડવા તેના ઘરે પહોંચી હતી. જોકે, બિલ્ડર ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement