શોધખોળ કરો

ઉમરગામમાં આભ ભાટ્યું, માત્ર 8 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો લેટેસ્ટ આંકડા

શનિવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદ વચ્ચે વાપીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી.

સુરતઃ શનિવારે શરૂ થયેલા ધોધમાર વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદ વચ્ચે વાપીમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી. શનિવારે રાતે 12 વાગ્યાથી રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારને ઠેર-ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં પડ્યો છે. ઉમરગામમાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે વાપીમાં 5 ઈંચ, ખેરગામમાં 4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ અને પારડીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ-વે પર વરસાદી પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા અને વાપી-મુંબઈ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયાં હતા.મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામા ખેરગામમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વાપી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સોસાયટીઓ અને રસ્તાઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલી બન્યું હતું. વાપીનાં ગુંજન વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઘૂંટણ જેટલા પાણી ભરાઇ ગયા છે.લોકોનાં ઘર અને દુકાનોમાં પાણી ભરાઇ જવાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીની બિલ ખાડી પણ ઓવરફ્લો થઈ છે. જેના કારણે આસપાસનાં વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરનાં મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતાં. ફ્લેટનાં પાર્કિંગમાં પાણી ભરાતા વાહનોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. શહેરની અનેક દુકાનોમાં પાણી ભરાયા. દુકાનોમાં પાણી ભરાતા વસ્તુઓ પાણીમાં પલળી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ

નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન

Embed widget