શોધખોળ કરો

Valsad : સુગર ફેક્ટરી બ્રિજ પર ટ્રીપલ અકસ્માત, લગ્નની બસ સહિત 3 વાહનોને થયો અકસ્માત

નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

વલસાડઃ નેશનલ હાઇવેના સુગર ફેકટરી બ્રિજ ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર  ઉભેલા ટેમ્પોના પાછળ અજાણ્યું વાહન ભટકાયા બાદ બે લકઝરી બસ ઘુસી ગઈ હતી. બસ ચલાક સહિત 7 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં એક લગ્નની બસ પણ સામેલ છે. 

આ અંગેની વિગતો એવી છે કે, નેશનલ હાઇવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે સુગર ફેકટરીના બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. લગ્ન પ્રસંગમાં અમદાવાદથી પરત થઈ રહેલી લકઝરી બસ અને રાજસ્થાનથી પુના મુસાફરો ભરી જતી લકઝરી બસ તેમજ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લકઝરી ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે લકઝરીમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

હાઇવે પર બંધ થયેલા એક ટેમ્પો સાથે પુરપાટ ઝડપે આવતું અજાણ્યું વાહન  ટેમ્પોની પાછળ ઘુસી જતા બચવા બસે આકસ્મિક બ્રેક મારી હતી જે,ને પગલે પાછળ લગ્ન પ્રસંગ પતાવીને મુંબઈ જઈ રહેલ લકઝરી ચાલકે લકઝરીને બ્રેક મારી હતી. જેને કારણે કાબુ ન રહેતા લકઝરી પાછળથી ટેમ્પો સાથે ભટકાઈ હતી. રાજસ્થાનથી પુના જતી અન્ય લકઝરી બસ પણ ધડાકા ભેર પાછળ અથડાતા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી.

ચાલક અને અન્ય કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા છે .અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુસાફરોને હેમખેમ બહાર કઢાયા હતા.અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, વલસાડ રૂરલ પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા ની કામગીરી માં જોડાયો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન

અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 

Embed widget