શોધખોળ કરો
Advertisement
સુરત: લગ્નમાં ગીત વગાડવા મુદ્દે થઈ મારામારી, લગ્ન બાદ આવા હતાં દ્રશ્યો
સુરતઃ સુરતના ભીમપોરમાં બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. લગ્નના વરઘોડામાં ગીત વાગતાં બાબતે માછી સમાજે વાંધો ઉઠાવ્યો હતો. જેને લઈને બંને પક્ષો સામ સામે આવી ગયા હતા અને ધીંગાણું સર્જાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જ્યારે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ પણ નોંધાવી છે.
ભીરમોરમાં શનિવારના રોજ રાત્રે કોળી પટેલોના વરઘોડામાં ગીતો વાગતાં હતા જે બાબતે માછી સમાજે વાંધો ઉઠાવતા વિવાદ સર્જાયો હતો. શનિવારે રાત્રે લગ્ન પુર્ણ થયા બાદ રવિવારે સાંજે ફરી બંને જૂથના લોકો સામ સામે આવી ગયા હતા. ભીમપોર ગામ ખાતે નાના હીરા સ્ટ્રીટમાં રહેતા વરરાજા નિવસકુમાર વિનોદ ભગતના ઘરે ટોળું ઘસી આવ્યું હતું.
ત્યારબાદ બંને પક્ષે સામ સામે મારામારી શરૂ કરી દીધી હતી અને પથ્થરમારો પણ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે વિનસકુમારની ફરિયાદ લઈ 8 સામે ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સામા પક્ષે સરજુ મોહન જાપાનની ફરિયાદ લઈ વરરાજા સહિત 9 સામે ગુનો નોંધ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દુનિયા
Advertisement