શોધખોળ કરો

Joe Biden Inauguration Ceremony: જો બાઈડેન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ, ભારતીય મૂળની કમલા હેરિસે લીધા ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ

અમેરિકાના ઇતિહાસમાં પહેલી વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

વોશિંગટન: અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે 78 વર્ષના જો બાઇડેને આજે યૂએસ કેપિટલમાં શપથ લીધા હતા. જ્યારે  ભારતીય મૂળની કમલા હેરિસે ઉપ-રાષ્ટ્રપતિ પદના શપથ લીધા  હતા. અમેરિકાના ઇતિહાસમાં પહેલી જ વાર એક મહિલા(ભારતીય અમેરિકન કમલા હેરિસ)ને ઉપ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. 56 વર્ષના કમલા હેરિસ ભારતીય મૂળના પ્રથમ આફ્રીકન-અમેરિકન છે જેમને અમેરિકાના ઉપ પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે. બાઈડેને રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, સત્તા અને લાભ માટે ઘણા બધા જૂઠૂ બોલી ગયા. તેમણે કહ્યું કે, આપણે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. બાઈડેને કહ્યું હું તમામ અમેરિકીઓનો રાષ્ટ્રપતિ છું. આપણે સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરવાનું છે. જો બાઈડેનના અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ તેમને ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી.
જો બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા સહિત અનેક મોટી મોટી હસ્તીઓ પહોંચી હતી.
ડોનાલ્ડ ટ્રંપ બુધવારે બાઈડેનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા નથી.  ટ્રંપે પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે બાઈડેનના રાષ્ટ્રપતિ અને કમલા હેરિસના ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ નહીં છે. અમેરિકાને સુરક્ષિત અને ગૌરવશાળી બનાવી રાખવા માટે નવા પ્રશાસનની શુભકામનાઓ આપતા ટ્રંપે પોતાના વિદાય ભાષણમાં કહ્યું કે, અમેરિકાએ પોતાના વહેંચાયેલા મૂલ્યો માટે એક રહેવું પડશે અને એક લક્ષ્ય માટે સાથે મળીને કામ કરવું પડશે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ નવેમ્બરે ચૂંટણી થઈ હતી. બાઈડન અને હેરિસનો 306 ઈલેક્ટોરલ કૉલેજ મત મળ્યા હતા, જ્યારે ટ્રંપ અને પેંસને ખાતમાં 232 ઈલેક્ટોરલ કૉલેજ વોટ આવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget