Road Accident: શનિદેવના દર્શન કરીને પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત, ટ્રકમાં કાર ઘૂસી જતાં 4નાં ઘટનાસ્થળે જ મોત
શનિદેવના દર્શન કરીને પરત ફરતા પરિવારને રોડ અકસ્માત નડતાં ચારેયના ઘટના સ્થળે જ મોત થાય છે જ્યારે એક રાહદારીને પણ ઠોકર વાગતા ગંભીર ઇજા પહોંચી છે.

Road Accident:દિલ્હી આગ્રા નેશનલ, મથુરામાં શનિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહી ઢાબા પાસે પાર્ક થયેલા ટ્રકમાં સ્પીડમાં આવતી કાર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. તો 2 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘવાયેલા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
કાર સવારો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
માહિતી આપતા એડિશનલ એસપી માર્તંડ પ્રકાશ સિંહે જણાવ્યું કે, કારમાં સવાર યુવક અલીગઢથી કોકિલાવન શનિદેવ મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. આ સમય દરમિયાન તેમની કાર કાબૂ થઇ જતાં ઢાબા પાસે જમવા જઈ રહેલા એક વ્યક્તિને ટક્કર મારી હતી અને રોડ કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. જીવ ગુમાવનારાઓમાં ત્રણ કાર સવાર અને એક ટ્રક ડ્રાઈવરનો સમાવેશ થાય છે. જ્યારે આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
રાયબરેલીમાં પણ અકસ્માત થયો હતો
રાયબરેલીમાં પણ એક અકસમાત સર્જાયો છે. અહીં એક અલ્ટો કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારમાં એક પરિવારના પાંચ લોકો મુસાફરી કરી રહ્યા હતા.આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે બે નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
