શોધખોળ કરો
વડોદરામાં કોરોનાના વધુ 10 કેસો આવ્યા સામે, એકનું મોત
શહેરમાં આજે એક સાથે 45 કોરોના પોઝિટીવ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પહોંચ્યા હતા.
વડોદરાઃ વડોદરામાં આજે કોરોનાના 10 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે એકનું મોત થયું હતું. આ સાથે શહેરમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 217 થઇ ગઇ છે. આજે નોંધાયેલા નવા દર્દીઓ સમા, જ્યુબેલીબાગ, આજવા રોડ બહાર કોલોનીમાં નોંધાયા હતા. તે સિવાય પારુલ યુનિવર્સિટી, સ્ટાફ ક્વાર્ટર, પાદરા ચોકારી, હરણી રોડ,ફતેપુરા, કાલુપુર,નાગરવાડા, ગાજરાવાડી, રાવપુરા વિસ્તારમાં કોરોનાના દર્દીઓ નોંધાયા છે.
નોંધનીય છે કે શહેરમાં આજે એક સાથે 45 કોરોના પોઝિટીવ દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પહોંચ્યા હતા. આ તમામને આજવા રોડ ખાતેની ઇબ્રાહિમ બાવની આઈટીઆઈ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.છેલ્લા બે દિવસથી આ તમામનો ટેસ્ટ દિવસમાં બે વખત નેગેટિવ આવી રહ્યો છે. આથી તમામને રજા આપવામાં આવી છે. આ દર્દીઓ નાગરવાડા વિસ્તારના હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દુનિયા
Advertisement