શોધખોળ કરો
Advertisement
વડોદરાઃ 13 નબિરા ફાર્મ હાઉસમાં માણી રહ્યા હતા દારૂની મહેફિલ અને પોલીસ ત્રાટકી, જાણો વિગત
પાદરાના ડભાસા ગામની નજીક આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં 13 ખાનદાની નબીરાઓ ઝડપાયા હતાં. પોલીસે રેડ પાડીને આ તમામને ઝડપી પાડ્યા હતાં.
વડોદરા: પાદરાના ડભાસા ગામની નજીક આવેલા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતાં 13 ખાનદાની નબીરાઓ ઝડપાયા હતાં. પોલીસે રેડ પાડીને આ તમામને ઝડપી પાડ્યા હતાં. પોલીસે રેડ પાડી ત્યારે લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતાં.
વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા ગામની નજીક એક ફાર્મ હાઉસ આવેલું જ્યાં છે લોકડાઉન બાદ 13 નબીરાઓએ પાર્ટી કરવાનું નક્કી કર્યું હતું. 13 નબીરાઓ આ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા હતા. દારૂની મહેફિલ માણતા હતા તેની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ફાર્મ હાઉસમાં રેડ પાડી હતી. પોલીસે દારૂની મહેફિલ માણતાં 13 નબીરાઓને ઝડપી પાડ્યા હતાં.
પોલીસે દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓનું મેડિકલ ચેકઅપ પાદરા સરકારી દવાખાને કરવામાં આવ્યું હતું. પોલીસે 15 નંબર મોબાઈલ તથા 1 કાર અને 10 ટુ વ્હીલર સહિત રૂપિયા 10 લાખ 43 હજારનો મુદ્દામાલ પોલીસે ઝપડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion