શોધખોળ કરો
વડોદરાઃ 23 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર, કારણ અકબંધ
લેબર કોલોનીમાં 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. મૂળ એમપીના રહેવાસી અંગુરબેન ખડકસિંહ ઘારવે ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવ્યું હતું.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ સાવલી તાલુકાના અલીન્દ્રા ગામ પાસે આવેલ યુ.એસ. વી. કંપનીની બાજુમાં લેબર કોલોનીમાં 23 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. મૂળ એમપીના રહેવાસી અંગુરબેન ખડકસિંહ ઘારવે ગળે ફાંસો કઈ જીવન ટૂંકાવ્યું હતું. સાવલી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. સાવલી પોલીસ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. આજે દ્વારકામાં પણ એક યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આશાસ્પદ યુવાન ધર્મેશ મકવાણા (ઉ.વ. ૨૪) એ વાયર ગળે વિંટી આપઘાત કર્યો છે. હોટલના કામ પર ગયેલ યુવાને અચાનક આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે મૃતદેહને સરકારી હોસ્પિટલ લઇ જવાયો છે. ડોકટરોએ ફોરેન્સિક તપાસ માટે મૃતદેહ જામનગર મોકલવા તજવીજ હાથ ધરી છે.
વધુ વાંચો





















