શોધખોળ કરો
આમિર ખાન પહોંચ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડાપ્રધાન મોદીનો માન્યો આભાર, વાગોળી બાળપણની યાદો
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એમડી મુકેશ પુરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સારી કામગીરી કરનારા કર્મચારીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે બોલિવૂડના સુપ્રસિદ્ધ અભિનેતા આમિર ખાને પણ ખાસ હાજરી આપી હતી.
1/5

ધ્વજવંદન બાદ આમિર ખાને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને તેની ભવ્યતા નિહાળી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી આમિર ખાને મીડિયા સાથે વાતચીત કરી હતી.
2/5

આ દરમિયાન આમિર ખાને નર્મદા અને રાજપીપળા સાથે જોડાયેલી પોતાની જૂની યાદો તાજી કરી હતી.
3/5

આમિરે જણાવ્યું કે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પોતાના બાળકો અને પરિવાર સાથે ફરીથી આવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો અને કહ્યું કે વડાપ્રધાને દેશ અને દેશવાસીઓને પ્રેરણા મળે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.
4/5

આમિર ખાને પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે તેઓ તેમના પિતા સાથે વડોદરા અને રાજપીપળામાં ફિલ્મોના શૂટિંગ માટે આવતા હતા.
5/5

આમિર ખાન આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા, જે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. આ કાર્યક્રમે રાષ્ટ્રીય ભાવના અને ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો.
Published at : 26 Jan 2025 05:39 PM (IST)
આગળ જુઓ
Advertisement