શોધખોળ કરો
Advertisement
વડોદરામાં CID ક્રાઈમે એકસાથે 10 મસાજ અને સ્પામાં પાડ્યા દરોડા, સ્પાના રૂમમાં જોઈને પોલીસ ચોંકી
પાર્લરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની શંકાના આધારે વડોદરા અને ગાંધીનગરની CID ક્રાઈમની 10 જેટલી ટીમે દરોડા પાડ્યા હતાં. 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી
વડોદરાનાં અલકાપુરી, વાસણા -ભાયલી રોડ, ગોત્રી અને અટલાદરામાં ધમધમતા સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની શંકાના આધારે વડોદરા અને ગાંધીનગરની CID ક્રાઈમની 10 જેટલી ટીમે દરોડા પાડ્યા હતાં. આ ઘટનામાં સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી.
તમામ વિદેશી મહિલાઓ થાઈલેન્ડ અને લેઓસની હોવાનું જાણવા મળ્યું છે. વિદેશી મહિલાઓની કોરોના વાયરસને લઈને CID ક્રાઈમની ટીમ તપાસ કરી રહી હતી. નોંધનીય છે કે, વિદેશમાંથી ટુરિસ્ટ વિઝા પર આવીને અહીં વર્ક પરમીટ પર કામ કરતી હતી.
વડોદરાની સીઆઈડી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, પશ્ચિમ વિસ્તારમાં મસાજ પાર્લરમાં દેહ વ્યાપારનો ધંધો થાય છે. જેથી 10 ડોલ્ફીન સ્પામાં તપાસ કરતા બે થાઈલેન્ડની યુવતીઓ મળી હતી. મનીષા ચોકડી પાસેના કોટેસિયા સ્પામાંથી લાઓસની 4 યુવતી મળી હતી. આ બંન્ને જગ્યા કામ કરતી યુવતીઓ પાસે વર્ક પરમીટ જ નહોતી. પોલીસે દરોડા પાડ્યા ત્યારે લોકોના ટોળાં વળ્યાં હતાં.
અન્ય સ્પા એન્ડ મસાજ પાર્લરમાં પણ પોલીસ દ્વારા દરોડા પાડીને તપાસ હાથ કરવામાં આવી હતી. ત્યાંથી પણ વિદેશી યુવતીઓ મળી હતી. આ યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર વડોદરામાં આવીને કામ કરતી હતી. જેથી તેમને ડિટેઈન કરવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement