શોધખોળ કરો

Dahod : 3 યુવકોની રોડ પાસેથી મળી આવી લાશ, હત્યા કે અકસ્માતે મોત તેને લઈ અનેક તર્ક-વિતર્ક

ત્રણેયના મૃતદેહ ડાંગરીયા ગામે ઝાડની નીચેથી મળી આવ્યાં છે. ગત મોડી રાત્રીના સમયે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. 

દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ડાંગરીયા ગામે કાપડી વિસ્તારમાં રહેતા 3 યુવકોની રોડની સાઈડમાં આવેલ ખેતરમાંથી લાશો મળી આવતા પંથક સહિત જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.  મુસ્લિમ સમાજના ત્રણ યુવકો  ઈશુબ અયુબ કમાલ શુક્લા (ઉં. 21 ,  અકબર સતાર પટેલ(ઉં. 25 )સમીર યાકુબ  (ઉં. 21)ની લાશ મળી આવી છે. 

આ ત્રણેય યુવકોના મૃતદેહ દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે એક ઝાડની નીચેથી મળી આવ્યાં છે. આ ઘટના અંદાજે ગત મોડી રાત્રીના સમયે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યાં હતાં. 

મૃતકોના પરિવારજનોમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યો હતો. ત્રણેય મૃતકોનો કબ્જો લઈ પોલીસે નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહોને રવાના કરી દેવામાં આવ્યાં છે, ત્યારે બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપો પ્રતિ આક્ષેપો નો દોર ચાલ્યો હતો.

પરિવારજનો દેવગઢ બારીયા પોલીસ મથકે પણ પહોંચી ગયા હતા અને જ્યાં યુવકની હત્યા કરાઇ હોવાની પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી. મોતનો ગુનો દાખલ કરવા પોલીસને અનુરોધ કર્યો હતો પરંતુ પ્રથમ તબક્કે પોલીસે અકસ્માત નો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. 

જાણવા મળ્યા અનુસાર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લાની અન્ય પોલીસ પણ દેવગઢ બારીયા પોલીસ મથકે રવાના થઈ ગઈ છે. હાલ આ ઘટનાને પગલે અનેક શંકા, કુશંકાઓ પણ વહેતી થવા માંડી છે. આ યુવકોની આત્મહત્યા કે પછી હત્યા કરવામાં આવી હશે કે, પછી કોઈ અકસ્માત નડ્યો હશે? જેવા અનેક સવાલો હાલ પરિવારજનો સહિત ગ્રામજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ તલસ્પર્શી તપાસનો આરંભ કર્યાં છે. પોલીસે મૃતકના મૃતદેહને નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી દીધા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી

Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi-Priyanka Sambhal Updates: રાહુલ અને પ્રિયંકાને સંભલમાં અટકાવ્યા...| Abp AsmitaMaharashtra CM :Devendra Fadnavis : હવે મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસ સરકાર, DyCMને લઈને મોટા સમાચારRajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

'પુરુષોને પીરિયડ્સ આવતા હોત તો તેમને મહિલાઓનું દર્દ સમજમાં આવ્યું હોત', સુપ્રીમ કોર્ટે કેમ કરી આ ટિપ્પણી?

22 વર્ષની ઉંમરમાં આ ભારતીય બેટ્સમેને લીધી નિવૃતિ, 70,000 કરોડ રૂપિયાનો છે માલિક

Embed widget