શોધખોળ કરો

વડોદરા પાસેનું આ ગામ બનશે કોરોનામુક્ત, જાણો કઈ રીતે ગામલોકોએ કોરોનાનો ચેપ અટકાવ્યો ? 

વડોદરાનું અંકોડિયા ગામ કોરોનામુક્ત ગામ તરફ આગળ વધી રહ્યું છે. અંકોડિયા ગામમાં માસ્ક વગર ફર્યા તો 200 રૂપિયાનો દંડ વસુલાય રહ્યો છે. 28 સીસીટીવી કેમેરાની બાજ નજર છે.  પંચાયતથી સરપંચ દિવસમાં 3 સમયે એનાઉન્સ કરી લોકોને કોવિડ નીતિ નિયમ પાલન કરવા જણાવવામાં આવે છે.

વડોદરાઃ વડોદરાનું અંકોડિયા ગામ કોરોનામુક્ત ગામ તરફ આગળ વધી રહ્યું છે. અંકોડિયા ગામમાં માસ્ક વગર ફર્યા તો 200 રૂપિયાનો દંડ વસુલાય રહ્યો છે. 28 સીસીટીવી કેમેરાની બાજ નજર છે.  પંચાયતથી સરપંચ દિવસમાં 3 સમયે એનાઉન્સ કરી લોકોને કોવિડ નીતિ નિયમ પાલન કરવા જણાવવામાં આવે છે.

ગામની શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે. આઇસોલેસનના 10 બેડ ઉભા કરાયા છે. ઘનશ્યામભાઈ પટેલે એમ્બ્યુલન્સ દાનમાં આપી છે. ગામમાં ફક્ત 5 લોકો કોરોના પોઝિટિવ છે. 1 આઇસોલેસન વોર્ડમાં, 4 હોમ આઇસોલેસનમાં છે.

રાજ્યમાં કોરોના વાયરસના  (Coronavirus) નવા કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12545 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે.  રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી  વધુ 123 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 8035 પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 13021 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,90,412  લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 47 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,47,525 પર પહોંચ્યો છે. જેમાંથી 786  લોકો વેન્ટિલેટર પર અને 146739 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 75.92 ટકા છે. 

ક્યાં કેટલા મોત થયા ? 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 16,  સુરત કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન 7,  રાજકોટ કોર્પોરેશમાં 8, મહેસાણા 5, જામનગર કોર્પોરેશન 8, સુરત 4, વડોદરા 6, જામનગર 5, ભાવનગર કોર્પોરેશમાં 4, જૂનાગઢ કોર્પોરેશન 3, મહીસાગર 1, દાહોદ 0, ગીર સોમનાથ 2, જૂનાગઢ 5, પંચમહાલ 0, આણંદ 0, બનાસકાંઠા 3, અમરેલી 0, ભરુચ 4, કચ્છ 5, રાજકોટ 7, ગાંધીનગર 1, અરવલ્લી 2, ખેડા 0, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 2, સાબરકાંઠા 2, વલસાડ 0, તાપી 0, મોરબી 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, ભાવનગર 5, અમદાવાદ 1, નર્મદા 0, બોટાદ 0, છોટાઉદેપુર 1, પોરબંદર 1, દેવભૂમિ દ્વારકા 2 અને ડાંગ 0 મોત સાથે કુલ 123 લોકોના મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3884,  સુરત કોર્પોરેશન-1039, વડોદરા કોર્પોરેશન 638,  રાજકોટ કોર્પોરેશમાં 526, મહેસાણા 482, જામનગર કોર્પોરેશન 397, સુરત 388, વડોદરા 380, જામનગર 332, ભાવનગર કોર્પોરેશમાં 242, જૂનાગઢ કોર્પોરેશન 232, મહીસાગર 224, દાહોદ 220, ગીર સોમનાથ 218, જૂનાગઢ 213, પંચમહાલ 207, આણંદ 205, બનાસકાંઠા 193, અમરેલી 189, ભરુચ 187, કચ્છ 187, રાજકોટ 169, ગાંધીનગર 159, અરવલ્લી 150, ખેડા 144, ગાંધીનગર કોર્પોરેશન 143, પાટણ 139, સાબરકાંઠા 121, વલસાડ 108, તાપી 107, મોરબી 87, નવસારી 87, સુરેન્દ્રનગર 85, ભાવનગર 80, અમદાવાદ 73, નર્મદા 71, બોટાદ 64, છોટાઉદેપુર 60, પોરબંદર 58, દેવભૂમિ દ્વારકા 49 અને ડાંગ  8 કેસ સાથે  કુલ 12545  કેસ નોંધાયા છે.  

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેશન (vaccinations)કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1,01,60,781  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28,69,476  લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,30,30,257 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 27,776 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 37,609 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,09,367 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget