શોધખોળ કરો

ઓમિક્રૉનના ભય વચ્ચે ક્રિસમસ સમયે જ આ મોટા શહેરમાં ટોળુ ભેગુ થવા પર લાદ્યો પ્રતિબંધ, બીજા શેના પર ફરમાવાઇ મનાઇ, જાણો વિગતે

પોલીસ જાહેરનામા પ્રમાણે આવતીકાલથી એટલે કે 4 જાન્યુઆરીથી વડોદરા શહેરમાં ચારથી વધારે વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

વડોદરાઃ દેશની સાથે સાથે હવે ગુજરાતમાં પણ ઓમિક્રૉનના કેસો સતત વધવા લાગ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટને ભયના કારણે હવે ગુજરાતના મોટા શહેર વડોદરામાં તંત્ર સજ્જ થઇ ગયુ છે. અહીં પોલીસે મોટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડોદરામાં પોલીસે ટોળુ ભેગુ થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

પોલીસ જાહેરનામા પ્રમાણે આવતીકાલથી એટલે કે 4 જાન્યુઆરીથી વડોદરા શહેરમાં ચારથી વધારે વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં સભા-સરઘસ અને અન્ય કોઇ મોટી પ્રવૃતિ પણ નહીં કરી શકાય. પોલીસે શહેરમાં આવતીકાલથી 37 (3) અન્વયે આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે, આ પ્રતિબંધો ચૂંટણી પુરી થયા બાદ અને ક્રિસમસ સમયે જ લાદવામાં આવ્યા છે. 

ગુજરાતમાં ઓમિક્રોનના કેસમાં વધારો, એક જ દિવસમાં નોંધાયા નવા આઠ કેસ, જાણો ક્યા શહેરમાં નોંધાયા કેટલા નવા કેસ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના નવા આઠ કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે, રાજકોટમાં એક, આણંદમાં એક, ગાંધીનગરમાં એક કેસ નોંધાયો હતો. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં ત્રણ, વડોદરામાં બે, મહેસાણામાં એક, આણંદમાં એક, સુરતમાં ત્રણ, અમદાવાદમાં ત્રણ, રાજકોટમાં એક અને ગાંધીનગરમાં એક ઓમિક્રોનનો કેસ નોંધાયા છે.

અમદાવાદમાં દંપત્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તાન્ઝાનિયાથી મેડિકલની સારવાર માટે આવેલ દંપત્તિ ઓમિક્રોનથી સંક્રમિત થયું હતું.  આ સાથે અમદાવાદમાં આજે ઓમિક્રોન વેરિઅન્ટના ત્રણ નવા કેસ નોંધાયા હતા. તે સિવાય આજે રાજકોટમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. બે દિવસ પહેલા તાન્ઝાનિયાથી રાજકોટ આવેલ વિદ્યાર્થીને ઓમિક્રોન સંક્રમિત થયો હતો. ઓમિક્રોન સંક્રમિત વિદ્યાર્થીને પીડીયુ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો.

નોંધનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.
 જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 571  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 567 નાગરિકો સ્ટેબલ છે. 8,17,874  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget