શોધખોળ કરો
લોકડાઉનમાં વડોદરા શહેરમાં ભાજપ વોર્ડ પ્રમુખને મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી ઉજવવી ભારે પડી, જાણો કેમ
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખે મિત્રો સાથે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યતાવત છે ત્યારે વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખે મિત્રો સાથે લોકડાઉનના જાહેરનામાનો ભંગ કર્યો હતો. વોર્ડ 7ના ભાજપ પ્રમુખે બર્થ-ડે પાર્ટીનું સેલિબ્રેશન કર્યું હતું. આ અંગે કારેલીબાગ પોલીસે જાણ થતાં જ પોલીસે ભાજપ વોર્ડ પ્રમુખ સહિત ટોળાં સામે ગુનો નોંધ્યો હતો. વડોદરામાં વોર્ડ 7ના ભાજપ પ્રમુખ અનિલ પરમારે જાહેરમાં લોકડાઉનનો ભંગ કર્યો હતો. અનિલ પરમારે મિત્રો સાથે બર્થ-ડે પાર્ટી કરી હતી ત્યાર બાદ આ ઘટના સમગ્ર વડોદરામાં ચર્ચાનો વિષય બની હતી. અનિલ પરમારે ટોળાં સાથે બર્થ-ડે પાર્ટી કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો. જોકે આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ભાજપ વોર્ડ પ્રમુખ અનિલ પરમાર સહિત 7 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જાહેરનામાનો ભંગ કરવા બદલ ભાજપ વોર્ડ પ્રમુખ અનિલ પરમાર સહિત 7 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















