શોધખોળ કરો

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

Vadodara News:  વડોદરામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ કર્મચારી જ વિદેશી દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપાઈ ગયો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વડોદરામાં પોલીસ કોન્સ્ટેબલ ₹૪.૬૦ લાખના દારૂ સાથે ઝડપાયો.
  • સુરત ક્રાઈમબ્રાંચે ટ્રકમાંથી ₹૧૬.૨૫ લાખનો વિદેશી દારૂ પકડ્યો.
  • જૂનાગઢ પૂજારીનો દારૂ પીતો વાયરલ વીડિયો, પોલીસ કાર્યવાહી.

Vadodara News:  વડોદરામાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પોલીસ કર્મચારી જ વિદેશી દારૂની ખેપ મારતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. વડોદરા પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ કારને અટકાવીને ચેક કરતા તેમાંથી રૂપિયા 4.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં પોલીસે ઘટનાસ્થળેથી ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાથીદાર બુટલેગર વિક્રમ થાપાની ધરપકડ કરી લીધી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ભ્રષ્ટ પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર સાથે દારૂના ધંધામાં 50 ટકાની ભાગીદારી રાખતો હતો અને સુરતથી દારૂનો જથ્થો ભરીને વડોદરા તરફ ખેપ મારી રહ્યો હતો. એટલું જ નહીં, પોલીસના ચેકિંગથી બચવા અને દારૂની હેરાફેરી કરવા માટે કોન્સ્ટેબલે ઓફિસમાં માંદગીનું બહાનું ધરીને રજા લીધી હોવાનો પણ પર્દાફાશ થયો છે.

સુરતમાં ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

સુરતના ડુમ્મસમાંથી ક્રાઈમબ્રાંચે એક કન્ટેઈનર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સુરત ક્રાઈમબ્રાંચને માહિતી મળી હતી કે હરિયાણા પાર્સિંગની આવતા કન્ટેઈનર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો લવાઈ રહ્યો છે જેને પગલે ક્રાઈમબ્રાંચની ટીમે વોચ ગોઠવી હતી. આ કન્ટેઈનર ટ્રક ડુમ્મસના ગોલ્ફ સાઈડ નજીકથી પસાર થતા અગાઉથી વોચમાં ઉભેલી પોલીસે અટકાવ્યો હતો. કન્ટેઈનર ટ્રકની તલાશી લેતા ડ્રાઈવરની કેબિનમાં ચોરખાનામાં છૂપાવેલી વિદેશી દારૂની 288 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઈવર ચાંદ સતનારાયણ ભારદ્વાજની 16.25 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરતા તેને હરિયાણાથી ટ્રક માલિકે ચોરખાનામાં દારૂ ભરી આપ્યાનો દાવો કર્યો. આટલું જ નહીં સુરતમાં કોને આપવાનો હતો તે અંગે લોકેશનની રાહ જોઈ રહ્યો હતો. હાલ તો ક્રાઈમબ્રાંચ ટ્રકના ચાલકને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસ કસ્ટડી મેળવી છે. તો માલ મોકનારા હરિયાણાના શખ્સ અને સુરતમાં માલ મંગાવનારા શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

જૂનાગઢમાં પૂજારીનો દારુ પીતો વીડિયો વાયરલ

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા અને વહીવટ સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ધાર્મિક સ્થળ સાથે સંકળાયેલા આ વ્યક્તિઓના શરમજનક કૃત્યથી ભાવિક ભક્તોમાં ભારે રોષ ફેલાતા જૂનાગઢ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની અટકાયત કરી છે. તો બીજી તરફ આ બંને ભાઈઓ રામજી મંદિરના મહંત શ્રેયાસદાસ બાપુના કૌટુંબિક ભાઈઓ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વિવાદ વધતાં પોતાના બચાવમાં સ્પષ્ટતા કરી છે કે, તેમને ફસાવવા માટે અને ધાર્મિક જગ્યાને બદનામ કરવા આ જૂનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિશાલ અગ્રાવત દારૂના ગ્લાસ ભરીને બેઠા છે અને વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિને રોકી રહ્યા છે, જ્યારે તેનો ભાઈ હિરેન મોઢામાં દારૂની બોટલ રાખીને ડાન્સ કરી રહ્યા છે. વીડિયો સામે આવતાં જ જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી.

પોલીસે ઉપરકોટ નજીક રામજી મંદિરના ડેલામાં રહેતા બંને ભાઈઓની નિવાસસ્થાનેથી પોલીસ સ્ટેશને લઈ જઈ ગહન પૂછપરછ હાથ ધરી હતી.આ અંગે વિશાલના કાકા રજનીકાંત અગ્રવાતે  વીડિયોને ખોટો ગણાવ્યો. વધુમાં કહ્યું કે બંને મારા ભત્રીજા થયા છે અને તેમને ફસાવવા વીડિયો બનાવવામાં આવ્યો છે. તે સમયે અન્ય લોકો દારુ પીતા હતા અને મારા ભત્રીજાને બેસાડ્યો હતો. મારો ભત્રીજો વીડિયો ઉતારવાની ના પાડી છતાં તેમણે ઉતારી લીધો હતો.

Frequently Asked Questions

વડોદરામાં કયા પોલીસકર્મી દારૂની ખેપ મારતા ઝડપાયા?

વડોદરામાં ગોધરા રેલવે પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સંજય ચુડાસમા અને તેના સાથીદાર વિક્રમ થાપા દારૂનો મોટો જથ્થો લઈ જતા ઝડપાયા છે. પોલીસે તેમની ધરપકડ કરી છે.

વડોદરાનો કોન્સ્ટેબલ દારૂની હેરાફેરી માટે કઈ રીતે રજા પર હતો?

દારૂની હેરાફેરી કરવા માટે કોન્સ્ટેબલ સંજય ચુડાસમાએ ઓફિસમાં માંદગીનું બહાનું ધરીને રજા લીધી હતી. તે બુટલેગર સાથે 50 ટકાની ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો.

સુરતમાં ક્રાઈમબ્રાંચે ક્યાંથી દારૂનો જથ્થો પકડ્યો?

સુરતના ડુમ્મસમાંથી ક્રાઈમબ્રાંચે એક કન્ટેઈનર ટ્રકમાંથી વિદેશી દારૂની 288 બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂ ડ્રાઈવરની કેબિનમાં ચોરખાનામાં છૂપાવેલો હતો.

જૂનાગઢમાં કયા મંદિરના પૂજારીનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો?

જૂનાગઢ ગિરનાર પર્વત પરના હનુમાનધારા મંદિરની વ્યવસ્થા સંભાળતા વિશાલ અગ્રાવત અને તેના ભાઈ હિરેન અગ્રાવતનો દારૂ પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસે તેમની અટકાયત કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
યુપી, બિહાર, ઝારખંડ સહિત 16 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે હવામાન
Embed widget