શોધખોળ કરો

Vadodara boiler blast : બોઇલરની બાજુમાં જ બનાવી દીધી હતી કોલોની, સામે આવ્યા મૃતકોના નામ

વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકોના નામ સામે આવી ગયા છે. આ દુર્ઘટનામાં એક ચાર વર્ષની બાળકીનું પણ મોત નીપજ્યું છે. આ

વડોદરાઃ વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટતાં 4 લોકોના મોત થયા છે. જેમાંથી 3 લોકોના નામ સામે આવી ગયા છે. આ દુર્ઘટનામાં એક ચાર વર્ષની બાળકીનું પણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ફાયર બ્રિગેડની તપાસમાં સામે આવ્યું છે કે, કંપની દ્વારા બોઇલરની બાજુમાં જ ગેરકાયદે રીતે કોલોની બનાવી દેવામાં આવી હતી. આ કોલોનીમાં કંપનીમાં કામ કરતાં લોકો રહેતા હતા. બોઇલર ફાટતાં આ કોલોનીમાં રહેતો પરિવાર ઝપેટમાં આવી ગયો હોવાની શંકા છે. કારણ કે, એક જ પરિવારના બે સભ્યોના મોત નીપજ્યા છે. 

મૃતકોના નામ

1. રિયા કમલેશ ચૌહાણ (4 વર્ષ)
2. વર્ષા કમલેશ ચૌહાણ (ઉં.વ.30)
3. સતીશ ચૌહાણના મોત
4. ઓળખ બાકી.

કંપનીમાં બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો 

1. કમલેશ ચૌહાણ - 38 વર્ષ 
2. સાગર બારીયા - 25 વર્ષ 
3. કાલુ બારીયા - 22 વર્ષ 
4. કેતન મારું - 42 વર્ષ 
5. રિયા ચૌહાણ - 4 વર્ષ ( મોત ) 
6. વર્ષા ચૌહાણ - 30 વર્ષ ( મોત ) 
7. કરણ બોલવાલ - 25 વર્ષ 
8. સંજય બારીયા - 19 વર્ષ 
9. સુનીલ વસાવા - 20 વર્ષ 
10. સુરેશ પરમાર - 30 વર્ષ 
11. રવિ વસાવા - 19 વર્ષ 
12. સતીશ ચૌહાણ - ( મોત )

કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલર ફાટ્યું હતું. બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને કોર્પોરેશનની ટીમ દોડી આવી હતી. ફાયર દ્વારા હજુ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. 

કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઇલર બ્લાસ્ટના મામલે ફાયર બ્રિગેડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ફાયર સ્ટેશન અધિકારી નિકુંજ આઝાદનું નિવેદન આપ્યું હતું કે, કંપની દ્વારા ગેરકાયદે રીતે બોઇલરની બાજુમાં ઘરો બનાવ્યા. ઘરમાં કામદારો અને તેમના પરિવાર રહે છે.  બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. કંપનીનું જી.ઈ.બી.નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું. કંપનીના સંચાલકનું નિવેદન 1980 થી કંપની ચાલે છે. પહેલીવાર આ પ્રકાર ની ઘટના બની. તેજસભાઈ હરીસભાઈ પટેલ કંપની સંચાલક છે. ફાઇન કેમિકલ બનાવવામાં આવે છે. 

એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે શ્રોફ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 3 કર્મચારીઓના મોત નીપજ્યા છે.  આ દુર્ઘટનામાં 38 વર્ષીય પુરુષની લાશ મળી આવી છે. ફાયર વિભાગ દ્વારા હજુ કોઈ કેજ્યુલિટી થઈ છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આજે સવારે બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો. લાશ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેમજ દાઝેલા લોકોને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget