શોધખોળ કરો

Vadodara Congress: વડોદરા જિલ્લા કોંગ્રેસમાં ડખા, હવે આ મોટા નેતાનું રાજીનામું પડવાની તૈયારી

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે

Vadodara Congress: લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ દેખાઇ રહ્યું છે. હાલમાં જ માહિતી છે કે, વડોદરા જિલ્લા કોંગ્રેસમાં અંદરો અંદરના ડખા હવે છતાં થઇ રહ્યાં છે, એક મેસેજથી વાતો ચર્ચાઇ રહી છે કે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર પદ પરથી રાજીનામુ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, એક પછી એક કોંગ્રેસના મોટા નેતાઓ વચ્ચેનો વિવાદ પક્ષ માટે ખતરો બની શકે છે. 

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બની રહી છે. જ્યારે કોંગ્રેસ વધુને વધુ નબળી થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના એક પછી એક મોટા નેતાઓ વચ્ચેના વિવાદો સપાટી પર આવી રહ્યાં છે. હાલમાં જ માહિતી છે કે, હવે મધ્ય ગુજરાતમાં પણ, એટલે કે વડોદરા કોંગ્રેસમાં પણ ડખો સામે આવ્યો છે. હાલમાં વડોદરા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાધે ત્યાં તેર તૂટે જેવી હાલત બની ગઇ છે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણની શક્યતાઓ સેવાઇ રહી છે કેમ કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢીયાર પ્રમુખ પદ પરથી રાજીનામુ આપશે. બે મીટીંગ પૂર્ણ કર્યા બાદ રાજીનામું આપવાનો મેસેજ કોંગ્રેસ ગૃપમાં વાયરલ કર્યો છે. આ મેસેજમાં લોકો સ્વમાન અને આત્મસન્માનના ભોગે વ્યક્તિગત આક્ષેપ કરાતાં હોવાનો ઉલ્લેખ છે. આ મેસેજ વાયરલ થયા બાદ તેમનો સંપર્ક કરતાં તેમને જણાવ્યું કે પદ છોડશે પરંતુ કોંગ્રેસ પક્ષમાં સક્રિય રહેશે.

આખરે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે બતાવી દીધો પાર્ટીમાંથી બહારનો રસ્તો,પાર્ટી વિરોધી નિવેદનો પડ્યા ભારે

આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસે આ નિર્ણય અનુશાસનહીનતા અને પાર્ટી વિરુદ્ધના નિવેદનબાજીના કારણે લીધો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધના તેમના વક્તવ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેની નિકટતા વચ્ચે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવી રહ્યા હતા કારણ કે કોંગ્રેસ પાર્ટીએ અયોધ્યામાં આયોજિત રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો.

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ નોટમાં કહેવામાં આવ્યું છે કે અનુશાસનહીનતાની ફરિયાદો અને પાર્ટી વિરુદ્ધ વારંવારના નિવેદનોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને તાત્કાલિક અસરથી છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પહેલા શનિવારે (10 ફેબ્રુઆરી) આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદને મળ્યા હતા. આની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવી હતી

તાજેતરમાં, તેમણે કલ્કિ ધામના કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું. તેઓ હાલમાં જ પીએમ મોદીને મળ્યા હતા અને તેમના ખૂબ વખાણ કર્યા હતા. પ્રમોદ કૃષ્ણમ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનો સિવાય અલગ-અલગ સમયે નિવેદન આપતા જોવા મળ્યા હતા. આ સિવાય તે પાર્ટી લાઇનની બહાર જઈને નિવેદનો પણ આપ્યા હતા.

શું આચાર્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાશે?
આચાર્ય પ્રમોદ કૃષ્ણમ વર્ષ 2019માં લખનૌ લોકસભા બેઠક પરથી રાજનાથ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ આ વખતે પણ લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા. લખનૌ ઉપરાંત, તેઓ સંભલથી પણ ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ વર્તમાન ઈન્ડિયા ગઠબંધન, સમાજવાદી પાર્ટીએ સંભલ અને લખનૌની લોકસભા બેઠક પરથી એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ કારણે પણ તેઓ પાર્ટીથી નારાજ જણાતા હતા. એવી ધારણા છે કે પ્રમોદ ક્રિષ્નમ આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ કોઈકબેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટAhmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget