શોધખોળ કરો

Vadodara: વડોદરામાં સગીરા પર દુષ્કર્મના કેસમાં દોષિતને 10 વર્ષની સજા, લગ્નની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ

દોષિતે સગીરા પર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું

વડોદરાઃ વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં કોર્ટે દોષિતને 10 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર દોષિતને કોર્ટે 10 વર્ષની સજા આપી હતી. સાથે કોર્ટે સગીરાને વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો. કોર્ટે દોષિતને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે અને 5 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ ના ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે દોષિતે સગીરા પર લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા મોતીપુરા ગામના અંકિત પટેલે લગ્નની લાલચ આપી વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કર્યું હતું અને તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે  વર્ષ 2016માં અંકિત સગીરાને દમણ લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપીને ગેસ્ટ હાઉસમાં વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.

Crime: ધોળા દિવસે ફાયરિંગ, મહિલા સરપંચના પતીની ગોળી મારીને હત્યા, વીડિયો વાયરલ

Arrah Crime News: બિહારમાં એક માફિયા રાજની ઘટના સામે આવી છે. અહીં ધોળે દાળે એક ફાયરિંગમાં હત્યાની ઘટના ઘટી છે. બિહારના આરામાં એક મહિલા સરપંચના પતિની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક મુન્ના યાદવ સવારે કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી પંચાયત પુરી કરીને પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો, તે દરમિયાન સરૈયા માર્કેટમાં બંદૂકધારી ગુનેગારોએ તેની ત્યાં જ ગોળી મારીને હત્યા કરી હતી. 

હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યારાઓ ખુબ જ આસાનીથી તેમના હથિયારો સાથે નાસી છૂટ્યા હતા. કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી થોડે દુર આ સનસનાટીભરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આ ઘટનામાં મુન્ના યાદવ મૃત્યુ પામ્પો હતો, જે કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનના બાભનગાંવનો રહેવાસી હતો, જે પશ્ચિમ ગુંડી પંચાયતના સરપંચ અમરાવતી દેવીનો પતિ હતો.

કહેવાઇ રહ્યું છે કે, સવારે તે પોતાની બાઇક પર કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનથી પંચાયત કરવા ગયો હતો અને તે પુરી કર્યા બાદ પોતાના ગામે પરત ફરી રહ્યો હતો, તે હથિયારધારી હુમલાખોરોએ તેના પર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ, અને બજારમાં હાજર લોકોની સામે તેને મારી નાખ્યો. વળી, ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી પ્રમાણે, કૃષ્ણગઢ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ મૃતકના પરિવારજનોએ પોલીસને મૃતદેહ લેવાનો ઈન્કાર કરતા ઘટનાસ્થળે જ રોડ બ્લૉક કરી દીધો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

ગુનેગારોના ગોળીબારના કારણે મુન્ના યાદવ તેમની બુલેટ સાથે રોડ પર પડી જાય છે. તે પડ્યા તેની સાથે જ એક અપરાધી તેમને માથામાં ગોળી મારી દે છે. પછી પાછળથી આવેલા અન્ય એક અપરાધીએ માથામાં ગોળી મારી હતી. મુન્ના યાદવને 4 ગોળી વાગી હતી. ગોળી મારીને તેઓ ફરાર થઈ ગયા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા-
સમુદ્રમાં જોવા મળ્યો પીળા પથ્થરોવાળો ગુપ્ત રસ્તો, વૈજ્ઞાનિકો કર્યો ચોંકાવનારો દાવો, યૂઝર્સ બોલ્યા- "પાતાળ લોક મળી ગયો"
Embed widget