વિદ્યાધામમાં દારૂની પાર્ટી : MS યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી બે વિદ્યાર્થીઓ દારૂ પિતા રંગે હાથ ઝડપાયા
Vadodara News: MS યુનિવર્સિટી અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ગત રાત્રીના નશા ની હાલતમાં હોસ્ટેલ માંથી મળી આવ્યા હતા.
Vadodara : સંસ્કારી નગરી ગણાતા વડોદરાને કેટલાક અસામાજિક તત્વોએ કલંક છે. વડોદરાની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી (MS University) ની હોસ્ટેલમાંથી બે વિદ્યાર્થીઓ દારૂ પિતા રંગે હાથ ઝડપાયા છે. આ બનાવ ગત રાત્રીનો છે. MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ ગત રાત્રીના નશાની હાલતમાં હોસ્ટેલમાંથી મળી આવ્યા હતા. પોલીસે બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોયઝ હોસ્ટેલમાં પી રહ્યા હતા દારૂ
સમગ્ર મામલો ગત રાત્રી 1:00 વાગે MS યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં આવેલું LBS હોલમાં રૂમ નંબર-14ના બે વિદ્યાર્થીઓ દારૂ પી રહ્યા છે તેવી માહિતી વિજિલન્સને મળતાં તેઓ દ્વારા LBS ખાતે રેડ કરતા બંને વિદ્યાર્થીઓ દારૂ પિતા રંગે હાથ પકડાયા હતા.
બંને વિદ્યાર્થીઓ LLB માં અભ્યાસ કરે છે
આ બંને વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં જ LLB માં અભ્યાસ કરે છે ત્યારે સૌથી મોટી વાત એ કે લાખો રૂપિયા જો વિજિલન્સ અને સિક્યુરિટી પાછળ ખર્ચાતા હોય તો વિદ્યાધામમાં દારૂ કઈ રીતે આવે તે મોટો સવાલ છે. ત્યારે LBS ના ચિફ વોર્ડન શંકાના દાયરામાં છે કે હોસ્ટેલમાં દારુ બહારથી આવ્યો કે કોઈ બહારની વ્યક્તિ દારુ આપી ગઈ હતી.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અડધી રાત્રે મહિલા પર બળાત્કાર
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ નીચે ગેંગરેપની ઘટના બની છે. આ ઘટના 21 જૂલાઈની રાતની હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હી પોલીસે આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકી એક મહિલાનો ઓળખીતો હોવાનું કહેવાય છે. રેલવે ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 8-9 પર ઈલેક્ટ્રીકલ મેઇન્ટેનન્સ સ્ટાફ દ્વારા 30 વર્ષીય પીડિતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. તમામ 4 આરોપીઓ ઇલેક્ટ્રિક વિભાગમાં રેલવે કર્મચારી છે.