શોધખોળ કરો

Vadodara News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના તંત્રે કર્યું રાજવી પરિવારનું અપમાન, 100 સેનેટ સભ્યોએ માગવી પડી માફી

Vadodara News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શુક્રવારે મળેલી વાર્ષિક સેનેટની બેઠકમાં ઐતિહાસિક ઘટના બની હતી. યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડને ત્રીજી હરોળમાં જગ્યા આપવા માં આવી હતી.

Vadodara News: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શુક્રવારે મળેલી વાર્ષિક સેનેટની બેઠકમાં ઐતિહાસિક ઘટના બની હતી. યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં મહારાજા સમરજિતસિંહ ગાયકવાડને ત્રીજી હરોળમાં જગ્યા આપવા તથા ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહિ જાળવવાના મુદ્દે સમગ્ર સેનેટે માફી માગી હતી અને રજિસ્ટ્રાર દ્વારા તેનું સેનેટના રેકોર્ડમાં નોટિંગ પણ કર્યું હતું.

સેનેટની બેઠકમાં સભ્ય મંયક પટેલ દ્વારા ફ્લોર પર જણાવાયું હતું કે, આ યુનિવર્સિટી રાજવી પરિવારની દેન છે. વિદ્યાર્થીઓ આપણી શાન છે. આ વિદ્યાર્થીઓ તો યુનિવર્સિટીનું ગૌરવ અને આત્મા છે. ઢંગધડા વગરનો વી આર પ્રાઉડ ઓફ યુ કાર્યક્રમ યોજીને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓનું સન્માન નહીં બલકે તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી પદવીદાન સમારોહમાં પણ તેમનું સન્માન આપણે જાળવી શક્યા નહોતા. મહારાજા સાથે અન્યાય કર્યો છે.

તેમને દીક્ષાંત સમારંભમાં ત્રીજી હરોળમાં જગ્યા આપવામાં આવી હતી. રાજવી પરિવારની અને ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓની સેનેટે માફી માગવી જોઇએ. સેનેટના ફ્લોર પર ઠરાવ પાસ કરીને માફી માગવી જોઇએ. આ પ્રસ્તાવ સાથે સેનેટ હોલમાં બેઠેલા તમામ સેનેટ સભ્યોએ સંમતિ દર્શાવી હતી. તમામ સેનેટ સભ્યોએ ઊભા થઈને રાજમાતા અને વિદ્યાર્થીઓની માફી માગી હતી.

 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય 

યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ઠરાવ કર્યો હતો કે, દીક્ષાંત સમારંભના આયોજનમાં જે પણ ભૂલો થઈ છે તે બદલ યુનિવર્સિટી દિલગીરી વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે. સેનેટની બેઠકમાં અગાઉ ક્યારે પણ તમામ સેનેટ સભ્યોએ વિદ્યાર્થીઓ અને રાજવી પરિવારની માફી માગી હોય તેવું બન્યું નથી. આ ઐતિહાસિક ઘટના સેનેટના ફ્લોર પર બની હતી. પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ સાથે પણ અન્યાય થયો હોવાનો મુદ્દો ઊઠ્યો હતો. સર સયાજી નગરગૃહમાં યોજાયેલા કાર્યક્રમ વેળા વિદ્યાર્થીઓના વાલીઓને પ્રવેશ નહોતો અપાયો. આ ઉપરાંત માત્ર 25 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મેડલ અપાયા હતા. આ મુદ્દે પણ સેનેટમાં માફી મગાઈ હતી.

મહારાજા સમરજિતસિંહને ત્રીજી લાઇનમાં સ્થાન આપ્યું

સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે હું કાલે સેનેટમાં હોઇશ પણ તમે નહિ હો તેવું કહેતાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે કહ્યું કે, પદવીદાનમાં ગેરવ્યવસ્થા સર્જાઇ હતી. અનેક ગોલ્ડ મેડાલિસ્ટને બહાર રહેવું પડ્યું. મહારાજા સમરજિતસિંહને ત્રીજી લાઇનમાં સ્થાન આપ્યું. આ મુદ્દો તે દિવસે ઉઠાવ્યો હતો અને સેનેટ સભ્યોનો પ્રોટોકોલ ન જળવાયાનો અવાજ ઉઠાવતાં પોલીસે અટક કરી હતી. ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ વી આર પ્રાઉડ ઓફ યુ દીક્ષાંત સમારંભના આગલા દિવસે વીસીના બંગલે યોજાતો હોય છે. જોકે આ વખતે કાર્યક્રમ સી.સી.મહેતા ઓડિટોરિયમમાં યોજાયો હતો, જેના કારણે વિવાદ પણ થયો હતો. સેનેટમાં પણ આ મુદો ઊઠ્યો હતો અને આ કાર્યક્રમ વીસીના બંગલે જ યોજવો જોઇએ તેવી માગણી થઇ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget