શોધખોળ કરો
વડોદરામાં કેમ અચાનક જ 20 ઈંચ વરસાદ તૂટી પડ્યો? આ રહ્યું મોટું કારણ
વડોદરામાં માત્ર 6 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકવા પાછળનું કારણ દર્શાવતા નિષ્ણાંતોએ કહ્યું હતું કે, હાલ ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેનું કારણ એ છે કે, કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી

વડોદરા: ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે લાંબા વિલંબ બાદ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની પધરામણી થઈ છે જોકે બુધવારે બપોર બાદ અચાનક જ વડોદરમાં આભ ફાટતાં આખું વડોદરા બેટમાં ફેરવાઈ ગયું હતું. વડોદરામાં માત્ર 6 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકવા પાછળનું કારણ દર્શાવતા નિષ્ણાંતોએ કહ્યું હતું કે, હાલ ગુજરાતમાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેનું કારણ એ છે કે, કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી અને આ ત્રણેય વરસાદી સિસ્ટમે સૌથી વધુ વડોદરાને ઘમરોળ્યું હતું જેના કારણે મુશળધાર વરસાદતુટી પડ્યો હતો. હવામાન નિષ્ણાંતોના જણાવ્યાં પ્રમાણે, પૂર્વ મધ્ય પ્રદેશમાં લો-પ્રેશર સર્જાયું છે. આ સિવાય નોર્થ ગુજરાતથી લઈને રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું હતું. તેમજ ત્રીજી વરસાદી સિસ્ટમ પશ્ચિમ બંગાળના ગંગાના તટીય પ્રદેશ, ઝારખંડ અન દક્ષિણે ઉત્તર પ્રદેશમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી. જોકે આ ત્રણેય સિસ્ટમની સૌથી વધુ અસર વડોદરામાં થઈ હતી. જેના કારણે વડોદરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે આખું વડોદરા પાણી ડૂબી ગયું હતું. જોકે હજુ લો-પ્રેશર સક્રિય હોવાથી આગામી ત્રણ દિવસ એટલે કે ત્રીજી ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચો





















