શોધખોળ કરો
વડોદરાઃ મોડી રાત્રે બ્રિજ પર બાઇક ડિવાઇડર સાથે ભટકાતા યુવકનું મોત

વડોદરાઃ શહેરના ફતેગંજ બ્રિજ પર રાત્રીના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતાં યુવકનું મોત નીપજ્યું છે. 32 વર્ષીય મિતુલ કપીલભાઈ પટેલ (રહે-ખડકી પટેલ ફળીયું)ને અકસ્માતમાં મોત થતાં પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફતેગંજ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે આ જ જગ્યાએ બુલેટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. 18 કલાકમાં ફતેહગંજ ખાતે બીજો અકસ્માત થયો છે.
Before You Go
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન






















