Watch VIDEO : આ કલાકારનું ચાલુ શો દરમિયાન સ્ટેજ પર થયું મોત, જુઓ વીડિયો
જૌનપુરના મચલીશહરમાં રામલીલા દરમિયાન સ્ટેજ પર શિવનું પાત્ર ભજવી રહેલા કલાકારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ઘટના સોમવાર રાતની જણાવવામાં આવી રહી છે.
Watch VIDEO : જૌનપુરના મચલીશહરમાં રામલીલા દરમિયાન સ્ટેજ પર શિવનું પાત્ર ભજવી રહેલા કલાકારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ઘટના સોમવાર રાતની જણાવવામાં આવી રહી
જૌનપુરના મચલીશહરમાં રામલીલા દરમિયાન સ્ટેજ પર શિવનું પાત્ર ભજવી રહેલા પાત્રનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. ઘટના સોમવારે રાત્રે બની હોવાનું કહેવાય છે.
रामलीला में शिवजी बने पात्र की हृदयाघात से मौत
— Hindustan Varanasi (@HindustanVns) October 11, 2022
-जौनपुर के मछलीशहर में रामलीला समिति के सदस्य 55 वर्षीय रामप्रसाद उर्फ छब्बन पाण्डेय निभा रहे थे भूमिका
- मंच पर ही हृदयाघात से गिरे, अस्पताल ले जाते समय हुआ निधन @sandeep16067073 @jaunpurpolice @Live_Hindustan pic.twitter.com/z4oSsOm3nl
બેલાસીન ગામમાં આદર્શ રામલીલા સમિતિ દ્વારા રામલીલાનું મંચન થઇ રહ્યું હતું. સોમવારે રાત્રે ગામનો 55 વર્ષીય રામ પ્રસાદ ઉર્ફે છબ્બન પાંડે શિવની ભૂમિકા ભજવી રહ્યાં હતા. આ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આ જોતા તેના સહ કલાકાર તેમને તબાડતોબ પડદા પાછળ લઈ ગયા. લોકો કંઈક સમજી શકે અને તેમને હોસ્પિટલ લઈ જાય ત્યાં સુધીમાં તેમનું ઓ મૃત્યુ થઇ ગયું હતું. આ બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર રામ પ્રસાદ લાંબા સમયથી રામલીલામાં વિવિધ ભૂમિકાઓ ભજવી રહ્યા છે. લોકો તેમના અભિનયન કલાથી ખૂબ જ પ્રભાવિત હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
Rajkot : થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ, જમીન વિવાદમાં અપહરણની ચર્ચા
રાજકોટઃ થરા રાજવી પરિવારના 90 વર્ષના મોટા માતાના અપહરણથી દોડધામ મચી ગઈ છે. રાજધરાનાના 90 વર્ષના રસિકકુંવરબાનું અપહરણ થતાં દોડધામ થઈ ગઈ છે. રાજકોટના ગઢકા 42 એકર જમીન વિવાદમાં અપહરણની ચર્ચા છે. કાંકરેજ થરા પોલીસ મથકમાં પુત્રે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢકાના ગાયત્રીદેવી જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રાવીરાજસિંહ પરમાર, હરિરાજસિંહ સોઢા, લોધિકા તાલુકા પારડી ગામના રાજભા જાડેજા સામે નોંધાઈ ફરિયાદ..
થરા પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા યુનિવર્સિટી પોલીસે ઇનોવા કાર કબ્જે કરી છે. જોકે, આરોપી ફરાર થઈ ગયા છે. પિયરપક્ષના 4 વ્યક્તિઓએ અપહરણ કરી અજ્ઞાત સ્થળે છુપાવી દેતા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. સાત દિવસ થયા બાદ પણ રાજમાતાની ભાળ ના મળતા નોંધાઈ પોલીસ ફરિયાદ. સમગ્ર મામલે થરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.