PAK: સ્વાત પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો, 12ના મોત, ત્રણ ઇમારતો ધ્વસ્ત
આ હુમલો સ્વાત જિલ્લાના કબાલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પર થયો હતો
પાકિસ્તાનના સ્વાત જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર સોમવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 12 લોકોના મોત થયા હતા, જેમાંથી આઠ પોલીસકર્મી છે. હાલમાં ઘાયલોની સંખ્યા 40થી વધુ હોવાનું કહેવાય છે.
આ હુમલો સ્વાત જિલ્લાના કબાલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પર થયો હતો. તેને આતંકવાદી હુમલો કહેવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે પોલીસ સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા હતા, જેમાં ઈમારતો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. આતંકવાદી હુમલો ગણાવતા ડીપીઓ સ્વાત શફીઉલ્લાહે કહ્યું કે વિસ્ફોટને કારણે ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. વિસ્ફોટ બાદ તરત જ આગ પણ ફાટી નીકળી હતી.
ડોનના અહેવાલ મુજબ, એક પોલીસ અધિકારી ઈમદાદે કહ્યું કે પ્રારંભિક અહેવાલ અનુસાર, પોલીસ સ્ટેશન પરિસરમાં રાત્રે 8.20 કલાકે વિસ્ફોટ થયો હતો. આ સંકુલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD)ની ઓફિસ અને એક મસ્જિદ પણ છે. ખૈબર પખ્તુનખ્વાહ પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાનનું કહેવું છે કે સમગ્ર પ્રાંતમાં સુરક્ષા અધિકારીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
At least four policemen were martyred on Monday while 29 others were injured in a “suicide attack” at the Kabal police station in Swat valley.https://t.co/j9gp2jxqUH
— Dawn.com (@dawn_com) April 24, 2023
હુમલાના સાક્ષીએ કહ્યું હતું કે વિસ્ફોટ બાદ ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. નજીકની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ ઘટનાની નિંદા કરી અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. આ સાથે તેમણે સંબંધિત પ્રશાસન પાસેથી ઘટનાનો રિપોર્ટ પણ માંગ્યો હતો.
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે હુમલાની નિંદા કરી હતી અને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી હતી. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે શહીદ થયેલા લોકોના બલિદાનને અમે ક્યારેય ભૂલીશું નહીં.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી આતંકવાદી ઘટનાઓ વધી છે. આતંકવાદીઓ સતત પોલીસ અને સુરક્ષા સંસ્થાઓને નિશાન બનાવી રહ્યા છે.
Fly Dubai Flight Fire: કાઠમંડુ એરપોર્ટથી દુબઈ માટે ઉડાન ભરતાની સાથે જ વિમાનના એન્જિનમાં લાગી આગ
Fly Dubai Flight Caught Fire: નેપાળમાં સોમવારે (24 એપ્રિલ) કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતા ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં આગ લાગી હતી. જે બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાય દુબઈ ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે ઉતરી ગઈ. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી છે. કાઠમંડુ એરપોર્ટની કામગીરી હવે સામાન્ય થઈ ગઈ છે.
નેપાળના પર્યટન મંત્રીનું કહેવું છે કે કાઠમંડુ એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે જે દુબઈના પ્લેનમાં કથિત રીતે આગ લાગી હતી તેને હવે દુબઈ મોકલી દેવામાં આવ્યું છે. દુબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં 20 નેપાળી અને 49 વિદેશી નાગરિકો હતા.
એરક્રાફ્ટ એન્જિનમાં આગ
સૂત્રોનું કહેવું છે કે આ ફ્લાય દુબઈ એરક્રાફ્ટના એન્જિનમાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. જે બાદ એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો અને ફાયર વિભાગના અનેક વાહનો સ્થળ પર મુકવામાં આવ્યા હતા