શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં બે પેસેન્જર ટ્રેનો વચ્ચે ટક્કર, 17ના મોત, 50થી વધુ ઘાયલ
કરાંચી: ગદ્દાફી શહેરમાં ગુરુવારે સવારે બે પેસેન્જર ટ્રેનો સામસામે ટકરાવાથી લગભગ 17 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા.
લાંઢી વિસ્તારના ગદ્દાફી શહેરમાં ગુરુવારે સવારે સાત વાગેને 18 મિનિટ પર થયેલા આ અકસ્માતમાં જકારિયા એક્સપ્રેસ જુમા ગોઠ ટ્રેન સ્ટેશન પર ઉભેલી ફરીદ એક્સપ્રેસ સાથે ટકરાઈ હતી. આ ટક્કરના કારણે ફરીદ એક્સપ્રેસની બે અને જકારિયા એક્સપ્રેસની એક બોગી પુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી.
ટીવી ફૂટેજમાં ડબ્બા એકબીજા ઉપર ઉપરા છાપરી ચઢેલા જોવા મળી રહ્યા છે અને સ્થાનીક મીડિયાના અહેવાલ પ્રમાણે, બચાવકર્મીઓ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ફરીદ એક્સપ્રેસ લાહોરથી કરાંચી આવી રહી હતી. જ્યારે જકારિયા એક્સપ્રેસ મુલ્તાનથી આવી હતી. પાકિસ્તાનના એક ન્યૂઝ પ્રમાણે, શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું છે કે જકારિયા એક્સપ્રેસના ડ્રાઈવરે સિગ્નલને નજરઅંદાજ કરી દીધું હતું.
જ્યારે જિન્ના હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગના પ્રમુખ ડૉ સીમી જમાલીએ કહ્યું કે આ ઘટનામાં 17 મૃતદેહો અને 50થી વધુ ઘાયલોને જિન્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમને કહ્યું, ‘ઘાયલોમાંથી ઘણા લોકોને માથામાં ઈજા પહોંચી છે અને અમુક લોકોન હાલત નાજુક છે.’
આ દુર્ઘટનાના કારણે ભારે ભીડ જોવા મળી હતી અને ઘાયલોને લઈ જઈ રહેલી એમ્બુલન્સ રસ્તાઓ ઉપર ફસાઈ હતી. કરાંચીથી ચાલનાર તમામ ટ્રેનો બચાવ કાર્ય પુરુ થાય ત્યાં સુધી રોકી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement