શોધખોળ કરો
Advertisement
શ્રીલંકા: સુરક્ષાદળોના સર્ચ ઓપરેશ દરમિયાન આતંકીએ પોતાને ઉડાવ્યો, 6 બાળકો સહિત 15 ના મોત
સુરક્ષાદળે શનિવારે શ્રીલંકાના પૂર્વ પ્રાંતમાં એક આતંકીઓ પોતાને ઉડાવી દેતાં ચાર સંદિગ્ધ સહિત 15 લોકોના મોત થયા છે.
કોલંબો: શ્રીલંકાના પૂર્વ પ્રાંતમાં સુરક્ષાદળો સાથે શનિવારે થયેલી અથડામણ દરમિયાન આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દેતાં 6 બાળકો અને ત્રણ મહિલાઓ સહિત 15 લોકોના મોત નીપજ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે થયેલા સીરિયલ બ્લાસ્ટથી આખુ શ્રીલંકા હચમચી ગયું છે. સીરિયલ બ્લાસ્ટમાં 250 થી વધુ લોકોના મોત થયા હતા.
પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, ઘટનાસ્થળથી 15 શબ મળ્યા છે. જેમાં ચાર સંદિગ્ધ આત્મઘાતી હુમલાખોરો પણ સામેલ છે. આ ઉપરાંત ત્રણ અન્ય લોકો ઘાયલ થયા છે. શ્રીલંકા પોલીસે સીરિયલ બ્લાસ્ટ સાથે જોડાયેલા સંદિગ્ધો વિરૂદ્ધ ઓપરેશન વધુ ઝડપી બનાવ્યું છે.
બૉમ્બ ધડાકાથી ફરી ધણધણી ઉઠ્યુ શ્રીલંકા, કોલંબો નજીક થયો બ્લાસ્ટ
ISએ લીધી શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 300ના મોત
સુરક્ષાદળે શનિવારે બટ્ટીકલોઆમાં સીરિયલ બ્લાસ્ટની જવાબદારી લેનાર આતંકી સંગઠન આઇએસ અને નેશનલ તૌહિથ જમાત સાથે જોડાયેલા ઠેકાણાંઓ પર દરોડા પાડ્યા. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરુ કરી દીધું હતું અને આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement