શોધખોળ કરો

અમેરિકાના જ્યોર્જિયામાં આર્મી બેઝ પર ફાયરિંગ, પાંચ જવાનોને વાગી ગોળી

Fort Stewart Shooting: આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ તેને એક એક્ટિવ શૂટર દ્ધારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે.

Fort Stewart Shooting: અમેરિકાના પૂર્વી જ્યોર્જિયામાં ફોર્ટ સ્ટીવર્ટ લશ્કરી બેઝ પર બુધવારે ગોળીબારની ઘટનામાં પાંચ સૈનિકો ઘાયલ થયા છે. આ હુમલો લશ્કરી બેઝના 2જી આર્મર્ડ બ્રિગેડ કોમ્બેટ ટીમ વિસ્તારમાં થયો હતો. સેનાએ તેને એક એક્ટિવ શૂટર દ્ધારા કરવામાં આવેલ હુમલો ગણાવ્યો છે.

ફોર્ટ સ્ટીવર્ટના સત્તાવાર ફેસબુક પેજ પર જાહેર કરાયેલી માહિતી અનુસાર, કાયદાકીય એજન્સીઓએ ગોળીબાર પછી તરત જ હુમલાખોરને પકડી લીધો છે અને હવે કેમ્પસ કે આસપાસના વિસ્તારમાં કોઈ ખતરો નથી. ઘાયલોને સ્થળ પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વિન્ન આર્મી કોમ્યુનિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પછી સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યા પછી સાવચેતી રૂપે લશ્કરી બેઝને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો.

વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કર્યું

એફબીઆઈના સવાના કાર્યાલય, સેનાના ગુનાહિત તપાસ વિભાગ (CID) સાથે મળીને આ મામલાની તપાસ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે પુષ્ટી કરી હતી કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઘટના વિશે જાણ કરવામાં આવી છે અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું હતું કે, "અમે સ્થાનિક તપાસ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છીએ.

હાલમાં ગોળીબાર કરનારની ઓળખ અને હુમલા પાછળના હેતુ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને ઘટનાની વિગતવાર તપાસ ચાલી રહી છે. ફોર્ટ સ્ટીવર્ટ અમેરિકાના સૌથી મોટા લશ્કરી બેઝમાનું એક છે, જ્યાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત છે. આ ગોળીબારની ઘટનાએ સેનાની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ફોર્ટ સ્ટીવર્ટ એ અમેરિકાનું થર્ડ ઈન્ફેન્ટ્રી ડિવિઝનનું હેડક્વાર્ટર કહેવાય છે. તે એક્ટિવ અને રિઝર્વ આર્મી યુનિટને તાલીમ આપવાનો મુખ્ય બેઝ છે. અહીં 10,000થી વધુ સૈનિકો અને તેમના પરિવારજનો, સિવિલ કર્મચારીઓ રહે છે. આ બેઝ સાથે લગભગ 25000થી વધુ લોકો જોડાયેલા છે.      

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Embed widget