શોધખોળ કરો
Advertisement
કોરોનાના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ બ્રિટનના PM બોરિસ જૉનસને ફરી શરૂ કર્યુ કામ, લોકડાઉનને લઈ કહી આ મોટી વાત
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ફરીથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં કામકાજ શરૂ કર્યુ છે. કોરોનાથી સંક્રમિત થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આશરે ત્રણ સપ્તાહ બાદ કામ પર પરત ફર્યા છે.
લંડનઃ બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ફરીથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં કામકાજ શરૂ કર્યુ છે. કોરોનાથી સંક્રમિત થવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આશરે ત્રણ સપ્તાહ બાદ કામ પર પરત ફર્યા છે. હોસ્પિટલમાંથી 12 એપ્રિલે રજા મળ્યા બાદ તેઓ બકિંઘમશાયરમાં સ્વાસ્થ્ય લાભ લઈ રહ્યા હતા. તેમણે વિદેશ મંત્રી ડોમિનિક રાબની પ્રભારી તરીકે નિમણૂક કરી હતી.
ઓફિસે આવ્યા બાદ પ્રથમ વખત દેશને સંબોધન કરતા બોરિસે સ્પષ્ટ કર્યુ કે, લોકડાઉન ક્યારે હટાવાશે તે હાલ કહી શકાય નહીં. કેટલા દિવસ સુધી તે ચાલુ રહેશે તેની ખબર નથી, અમે કોઈપણ પ્રકારનો ખતરો ઉઠાવવા તૈયાર નથી.
બોરિસે એમ પણ જણાવ્યું કે, યૂકે હજુ પણ મહત્તમ જોખમ ધરાવતા દેશોમાં સામેલ છે. તેથી અમે ઉતાળવમાં કોઈ ચીજોને ખરાબ કરવા નથી માંગતા. હું જાણું છું કે હાલનો સમય મુશ્કેલ છે. અર્થતંત્રની ગાડી ઝડપથી પાટા પર આવે તેમ હું પણ ઈચ્છુ છું.
સંબોધનમાં તેમણે એમ પણ કહ્યું કે, દરરોજ કોરોના વાયરસની ખબર તમારા માટે દુખ લઈને આવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આપણી સામે આવેલી સૌથી મોટી ચેલેન્જ છે પરંતુ આપણે હાર નહીં માનીએ તે નક્કી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement