America Strikes In Iran: ઈરાન વિરુદ્ધ ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી, ફોર્ડો સહિત ત્રણ ન્યૂક્લિયર સાઇટ પર એર સ્ટ્રાઇક
America Strikes In Iran: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સાઇટ્સ ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે.

America Strikes In Iran: હવે અમેરિકાની પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સાઇટ્સ ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે ફાઇટર વિમાનોએ મુખ્ય લક્ષ્ય સાથે ફોર્ડો પર બોમ્બમારો કર્યો અને હવે બધા વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિનું ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઈઝરાયલ માટે ચિંતાનો વિષય છે.
US President Donald Trump posts, "We have completed our very successful attack on the three Nuclear sites in Iran, including Fordow, Natanz, and Esfahan. All planes are now outside of Iran air space. A full payload of BOMBS was dropped on the primary site, Fordow. All planes are… pic.twitter.com/pNKQMt95U6
— ANI (@ANI) June 21, 2025
હવે અમેરિકા પણ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એન્ટ્રી થઇ ગઇ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ સાઇટ્સ ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાન પર સફળતાપૂર્વક હવાઈ હુમલા કર્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે ફાઇટર વિમાનોએ મુખ્ય લક્ષ્ય સાથે ફોર્ડો પર બોમ્બમારો કર્યો અને હવે બધા વિમાનો સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિનું ઉદાહરણ ગણાવ્યું અને કહ્યું કે હવે શાંતિનો સમય છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ ઈઝરાયલ માટે ચિંતાનો વિષય છે.
US President Donald Trump posts, "We have completed our very successful attack on the three Nuclear sites in Iran, including Fordow, Natanz, and Esfahan. All planes are now outside of Iran air space. A full payload of BOMBS was dropped on the primary site, Fordow. All planes are… pic.twitter.com/pNKQMt95U6
— ANI (@ANI) June 21, 2025
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના નિવેદનમાં કહ્યું હતું કે, "બધા અમેરિકન વિમાનો હવે ઈરાનની હવાઈ સીમા છોડી ચૂક્યા છે અને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી રહ્યા છે. મોટાભાગના બોમ્બ ફોર્ડો નામની સાઇટ પર ફેંકવામાં આવ્યા હતા." તેમણે અમેરિકન આર્મીની વધુ પ્રશંસા કરતા કહ્યું હતું કે, "આપણા મહાન યોદ્ધાઓને અભિનંદન! વિશ્વની કોઈ અન્ય સેના આ કરી શકતી નથી." આ સાથે તેમણે કહ્યું કે હવે શાંતિનો સમય છે. જોકે, આ હુમલા પર ઈરાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
શું અમેરિકા ઈઝરાયલને મદદ કરી રહ્યું છે?
જ્યારે અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો ત્યારે તે સીધા ઈરાન સાથે યુદ્ધમાં ઉતરી ગયું હતું. આ પગલાને ઈઝરાયલને મદદ તરીકે જોવામાં આવી રહ્યું છે, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા માંગે છે. આ નિર્ણય એટલા માટે પણ ખાસ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં વચન આપ્યું હતું કે તેઓ અમેરિકાને ફરીથી મિડલ ઈસ્ટને યુદ્ધમાં ખેંચશે નહીં.
ટ્રમ્પે હુમલાના 48 કલાક પહેલા જ આ વાત કહી હતી
હુમલા પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી ઉકેલ શોધી શકાય છે કે નહીં તે જોવા માટે બે અઠવાડિયા રાહ જોશે. તેમણે કહ્યું હતું કે, "જો વાતચીતની શક્યતા હોય તો હું બે અઠવાડિયામાં નક્કી કરીશ કે આગળ શું કરવું." પરંતુ હવે ટ્રમ્પે સીધો હુમલો કરવાનો નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત વાતચીત ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઈઝરાયલને ઈરાન પર હુમલો થોડો મુલતવી રાખવા કહ્યું હતું જેથી શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે, પરંતુ હવે એવું લાગે છે કે વાતચીતનો રસ્તો બંધ થઈ ગયો છે અને સીધો લશ્કરી રસ્તો અપનાવવામાં આવ્યો છે.





















