શોધખોળ કરો
Advertisement
અમેરિકાઃ ડોનાલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી, સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવાની આપી મંજૂરી
અમેરિકામાં ચૂંટણી થયાના ત્રણ ચાર સપ્તાહ બાદ પણ એવું કહેવાતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામ ઉલટાવી શકે છે.
અમેરિકામાં હાલમાં જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે જો બાઇડેનને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જોકે ચૂંટણી થઈ ગયા બાદ હજુ સુધી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર રહેવાની જીદ લઈને બેઠા હતા અને હાર સ્વીકારવા તૈયાર ન હતી પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
અમેરિકામાં ચૂંટણી થયાના ત્રણ ચાર સપ્તાહ બાદ પણ એવું કહેવાતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામ ઉલટાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ ઘણી વખત બાઇડેન અને તેની ડેમોક્રેટિક પાર્ટી પર ઘણી વખત નિશાન સાધ્યું છે. ચૂંટણી પરિણામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની હાર સ્વીકારવા તૈયાર ન હતા. તેના માટે તેણે પરિણામને કાયદાકીય પડકાર આપવાની રણનીતિ પર કામ કર્યું પરંતુ તે કામ ન આવ્યું. એવામાં હવે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હાર સ્વીકારતા જોવા મળી રહી છે.
જો બાઇડેનને આમંત્રણ
હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના જનરલ સર્વિસ ઓફ એડમિનિસ્ટ્રેશનને સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જે કરવાનું હોય એ કરો. ત્યાર બાદ અમેરિકાની GSA એટલે કે જનરલ એડમિનિસ્ટ્રેટ એમિલી મર્ફીએ જો બાઇડેનને પત્ર લખીને સત્તા ટ્રાન્સફરની પ્રક્રિયામાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે.
દબાણ બનાવાવનો પ્રયત્ન
જણાવીએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પરિણામ આવ્યા બાદ પોતાની હાર સ્વીકારી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે દરેક તરકીબ અજમાવી લીધી પણ કોઈપણ કામ નઆવી. આ દરમિયાનવ તેમણે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો. અધિકારીઓ અને રાજ્યના પ્રતિનિધિઓ પર દબાણ લાવાવનો પ્રયત્ન પણ કર્યો જે આ પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement