શોધખોળ કરો
પાકિસ્તાન અને રશિયા વચ્ચે વધતાં સંબંધોથી અમેરિકા ચિંતિત

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન અને રશિયા વચ્ચે વધતી જતી નજદીકી અમેરિકાની ચિંતામાં વધારો થયો છે. બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસના સમાચારો વચ્ચે વોશિંગ્ટને ઇસ્લામાબાદને આપવમાં આવતી આર્થિક મદદ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. મોસ્કોમાં પાકિસ્તાનના રાજદૂત વર્ષના અંતમાં સુંયક્ત સૈન્ય અભ્યાસ કરવાની વાત કરી છે. રૂસના ફાઇટર વિમાન ખરીદવાની પણ માંગ કરી છે. એવામાં અમેરિકાની ચિંતા વધે ત સ્વભાવિક છે. પાકિસ્તાન મીડિયા અનુસાર અમેરિકાના વિદેશી વિભાગે સહાતા રકમ આપવાની વાત કરી છે. અમેરિકાના વિદેશ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 'પાકિસ્તાનથી અફઘાનિસ્તાન પર હૂમલો કરનાર આંતકી સમૂહો વિરુદ્ધ કરવામાં આવતા પ્રયસોને ડબલ કરવાની ભલામણે કરી છે. આ ગ્રુપ બંને દેશો માટે ખતરા રૂપ છે. પાકિસ્તાન સાથે નાગરીક સંબંધ અને સુરક્ષા સહાયતા આપવાથી અમેરિકાને મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મુદ્દા પર સાથે કામ કરવની તક મળે છે. ખાસ કરીને ઉર્જા, આર્થિક વિકાસ, સુરક્ષા, શિક્ષા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં આ જોતા સહાયતા કાર્યક્રમ આગળ પણ આપવામાં આશે.
Before You Go
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી






















