શોધખોળ કરો
Advertisement
વર્ચ્યુઅલ મીટિંગમાં સાંસદે ગર્લફ્રેન્ડને ખોળામાં બેસાડીને કામક્રિડા શરૂ કરી, ગંદી હરકતોનું થઈ ગયું લાઈવ ટેલીકાસ્ટ ને...
આર્જેંટિનાના સાંસદ જુઆન એમિલિયો અમેરી આર્જેન્ટિનાના પ્રમુખ અલ્બર્ટો ફર્નાંડિઝની પાર્ટી પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે.
બ્યુનેઝ એરીઝઃ આર્જેન્ટિનામાં સંસદની ઓનલાઈન કાર્યવાહી દરમિયાન પ્રેમિકા સાથે અશ્લીલ હરકતો કરતા હતા ને તેનું જીવંત પ્રસારણ થઈ જતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. જુઆન એમેલિયો એમેરી નામના આ સાંસદ ઓનલાઈન સંસદીય ચર્ચા દરમિયાન પોતાની પ્રેમિકાને ખોળામાં બેસાડીને તેનું ટોપ નીચે કરીને તેની સાથે કામક્રીડા કરતા ઝડપાઈ ગયા હતાં.
આર્જેન્ટિનાની સરકાર દ્બારા સંસદની કાર્યવાહીનું યુટ્યુબ ચેનલ પર લાઈવ ટેલીકાસ્ટ ચાલી રહ્યું હતું. વર્ચ્યુઅલ ડિબેટ માટે બનાવાયેલી સંસદની વિશાળ સ્ક્રિન પર લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું હતું ત્યારે સાંસદની હરકતો જોઈને આખી સંસદ સ્તબ્ધ થઈ ગઈ હતી.
આર્જેંટિનાના આ સાંસદ જુઆન એમિલિયો અમેરી આર્જેન્ટિનાના પ્રમુખ અલ્બર્ટો ફર્નાંડિઝની પાર્ટી પેરોનિસ્ટ પાર્ટીના નેતા છે. અમેરી આર્જેંટિનાના સાલ્ટાના ઉત્તર પ્રાંતના એક પ્રતિનિધિ છે. ગર્લફ્રેન્ડ સાથે લાઈવ કેમેરામાં તેમની હરકતોના કારણે ઉહાપોહ ઉભો થતાં તેમને સસ્પેન્ડ કરીને રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. સંસદે સત્તાવર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, અમે આ પ્રકારના બિન જવાબદાર વર્તનને ચલાવી ના શકીએ.
આ ઘટના બની ત્યારે સંસદના નિચલા સદનની ઓનલાઈન બેઠકમાં પેંશન ફંડમાં રોકાણ અંગે ચર્ચા ચાલી રહી હતી. સાંસદ જુઆન એમિલિયો અમેરીના ખોળામાં તેમની પ્રેમિકા બેઠી હતી. ઓનલાઈને કેમેરા સામે જ સાંસદે પોતાની પ્રેમિકાનું કાળા રંગનું ટોપ નીચું કરીને કામક્રિડા શરૂ કરી દીધી હતી.
જુઆને પોતાનો બચાવ કરતાં દાવો કર્યો છે કે, પોતે ઓફલાઈન હતા તેથી ગર્લફ્રેન્ડ સાથે બેઠા હતા. તેમણે કહ્યું કે, તેમની પ્રેમિકાની તાજેતરમાં જ બ્રેસ્ટ સર્જરી થઈ છે. મેં તેના રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે મને લાગ્યું કે મીટિંગ પૂરી થઈ ગઈ છે અને કેમેરો પણ બંધ છે. તેથી હું તેની તબિયત વિશે જાણી રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
ટેકનોલોજી
Advertisement