શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિશ્વમાં કોરોનીની બે ડઝન રસી પર ચાલી રહ્યું છે કામ, અમેરિકામાં પરીક્ષણ અંતિમ તબક્કામાં
કેન્સર પરમાનેંટ વોશિંગ્ટન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડો. લીઝા જેકસનના કહેવા મુજબ, આ મહત્વપૂર્ણ પગલું છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોવિડ-19ની પ્રથમ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જે વૈજ્ઞાનિકોન અપેક્ષા મુજબ રોગ-પ્રતિકારક ક્ષમતા વધારે છે. રસીનું પરીક્ષણ અંતિમ તબક્કામાં હોવાનું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. અમેરિકન સરકારમાં સંક્રમણ રોગોના ટોચના નિષ્ણાત ડો. એંથની ફાઉચીએ કહ્યું, નિશ્ચિત રીતે આ એક સારા સમાચાર છે.
આ રસીને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ મોર્ડના ઈંકમાં ફાઉચીના સહયોગીએ વિકસિત કરી છે. તેના પ્રાયોગિક રસી પરીક્ષણની દિશામાં 27 જુલાઈ આસપાસ મહત્વનું પગલું ભરવામાં આવશે. 30,000 લોકો પર પરીક્ષણ કરીને રસી કોરોના વાયરસના બચાવમાં કેટલી પ્રભાવશાળી છે તે જાણવાની કોશિશ કરાશે. મંગળવારે સંશોધનકર્તાએ 45 લોકો પર કરેલા પ્રારંભિક પરીક્ષણના તારણ મુજબ, આ રસીથી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે.
કેન્સર પરમાનેંટ વોશિંગ્ટન રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના ડો. લીઝા જેકસનના કહેવા મુજબ, આ મહત્વપૂર્ણ પગલું છે. તેનાથી ખબર પડશે કે રસી સંક્રમણથી બચાવ કરી શકે છે નહીં. સરકારને તેનું પરિણામ વર્ષના અંત સુધીમાં સામે આવી જાય તેવી આશા છે. આ રસીના એક મહિનાની અંદર બે ડોઝ આપવા જરૂરી છે. તેની કોઈ ગંભીર આડઅસર નથી.
વેક્સીન એક્સપર્ટ અને વાંડેરબિલ્ટ યૂનિવર્સિટી મેડિકલ સેન્ટર સાથે સંકળાયેલા ડો. વિલિયમ શાફનરે શરૂઆતના પરિણામને એક સારું પગલું ગણાવ્યું. ખરેખર આ રસી સુરક્ષિત છે કે નહીં તે અંતિમ પરીક્ષણ બાદ જ ખબર પડશે. હાલ વિશ્વમાં કોવિડ-19ની આશરે બે ડઝન રસી પર વિવિધ તબક્કામાં કામ ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion