બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
‘આંધળા ફકીર’ તરીકે જાણીતા બાબા વાંગાએ જોયું ભયાનક ભવિષ્ય, AI મનુષ્ય પર હાવી થશે અને આર્થિક મંદી ભરડો લેશે.

પોતાની ચોક્કસ ભવિષ્યવાણીઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત દિવ્યદ્રષ્ટિ ધરાવતા બાબા વાંગાએ વર્ષ 2026 માટે અત્યંત ચિંતાજનક સંકેતો આપ્યા છે. ભલે તેઓ ભૌતિક રીતે જોઈ શકતા ન હતા, પરંતુ તેમની ભવિષ્ય જોવાની શક્તિએ અનેક વાર દુનિયાને ચોંકાવી છે. 2025 ની તેમની ઘણી વાતો સાચી પડ્યા બાદ, હવે 2026 માટે તેમણે કુદરતી પ્રકોપ, વિનાશક યુદ્ધ અને ટેકનોલોજીના દુષ્प्रभावો અંગે ચેતવણી આપી છે, જે વિશ્વના નકશા અને અર્થતંત્રને હચમચાવી શકે છે.
પ્રકૃતિનો પ્રકોપ: 2026 માં કુદરત રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે
બાબા વાંગાની ડાયરીના પાનાઓ મુજબ, 2026 નું વર્ષ પર્યાવરણ માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. આગાહી અનુસાર, આ વર્ષે કુદરતી આફતો તેની ચરમસીમાએ હશે. દુનિયાના અલગ-અલગ ખૂણે ભયાનક ભૂકંપ, અતિભારે વરસાદ અને સુતેલા જ્વાળામુખી ફાટી નીકળવાની ઘટનાઓ બની શકે છે. આ આફતો માત્ર ભૌગોલિક નુકસાન જ નહીં કરે, પરંતુ મોટાપાયે જાન-માલની તબાહી નોતરી શકે છે, જેનાથી પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જશે.
વિશ્વયુદ્ધના ભણકારા: પૂર્વથી શરૂ થશે વિનાશ
સૌથી ડરામણી આગાહી યુદ્ધને લઈને કરવામાં આવી છે. બાબા વાંગાના મતે, 2026 માં વિશ્વના પૂર્વ ભાગમાં (Eastern World) એક ભયાનક યુદ્ધ ફાટી નીકળશે. જોકે, આ ચિનગારી ત્યાં સુધી સીમિત નહીં રહે અને ધીમે-ધીમે તેની જ્વાળાઓ સમગ્ર વિશ્વને લપેટમાં લઈ લેશે. આ યુદ્ધની સૌથી ખરાબ અને વિનાશક અસર પશ્ચિમી દેશો (Western World) પર જોવા મળશે. આ સંઘર્ષને કારણે વૈશ્વિક સત્તા સમીકરણો (Global Power Shift) બદલાઈ શકે છે અને મહાસત્તાઓ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ શકે છે.
AI નો આતંક: ટેકનોલોજી મનુષ્ય પર કાબૂ મેળવશે
આજના સમયમાં આપણે જેને વરદાન માનીએ છીએ તે 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ' (AI) ભવિષ્યમાં અભિશાપ બની શકે છે. વાંગાની ભવિષ્યવાણી મુજબ, 2026 સુધીમાં AI એટલું શક્તિશાળી અને સ્વાયત્ત બની જશે કે મનુષ્યોનો તેના પરથી કાબૂ છૂટી જશે. રોબિટિક્સ અને AI સિસ્ટમ્સ પોતાના નિર્ણયો જાતે લેવા માંડશે, જે માનવજાતના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરી શકે છે. આ આગાહી વર્તમાન સમયની ટેકનોલોજીકલ ક્રાંતિ સામે લાલબત્તી સમાન છે.
વૈશ્વિક આર્થિક મહામંદી
એક તરફ યુદ્ધ અને બીજી તરફ કુદરતી આફતો, આ બંનેની અસર વિશ્વના અર્થતંત્ર પર પડશે. આગાહી મુજબ, 2026 માં વિશ્વએ ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરવો પડી શકે છે. મોટી બેંકો પડી ભાંગવી, ચલણ (Currency) ના મૂલ્યમાં મોટો ઘટાડો અને બજારમાં રોકડની અછત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોંઘવારી અને ઉંચા વ્યાજદરો સામાન્ય માણસની કમર તોડી નાખશે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ અને લોકવાયકાઓ પર આધારિત છે. આ દાવાઓની કોઈ વૈજ્ઞાનિક પુષ્ટિ થઈ નથી. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી.)




















