શોધખોળ કરો
Advertisement
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું, 'CAA-NRC ભારતનો આંતરિક મામલો'
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું સંશોધિત નાગરિકતા કાયદો CAA અને NRC ભારતનો આંતરિક મામલો છે.
નવીદિલ્હી: બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ કહ્યું સંશોધિત નાગરિકતા કાયદો CAA અને NRC ભારતનો આંતરિક મામલો છે. તેમણે એમ પણ કહ્યું કે આ કાયદાની જરૂર નહોતી.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ કહ્યું બાંગ્લાદેશે હંમેશા કહ્યું છે કે સીએએ અને એનઆરસી ભારનો આંતરિક મામલો છે. ભારત સરકારે પણ વારંવાર કહ્યું છે કે એનઆરસી ભારતન અંદરની પ્રક્રિયા છે અને પ્રધાનમંત્રી મોદીએ વ્યક્તિગત રીતે ઓક્ટોબર 2019માં મારા નવી દિલ્હીના પ્રવાસ દરમિયાન મને આને લઈને આશ્વસ્ત કરી હતી.
શેખ હસીનાએ કહ્યું કે અમને નથી ખબર કે ભારત સરકારને આ કાયદાની જરૂરિયાત કેમ પડી? હસીનાનું આ નિવેદન બાંગ્લાદેશના વિદેશમંત્રી અબ્દુલ મોમેનના નિવેદનના એક અઠવાડિયા બાદ આવ્યું છે. તેમણે કહ્યું હતું- NRC-CAA ભારતના આંતરિક મુદ્દા છે પરંતુ દેશમાં કોઇ પણ અનિશ્વિતતાથી પાડોસીઓ પ્રભાવિત થાય તેવી સંભાવના હોય છે.
બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ ગલ્ફ ન્યૂઝને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું ભારતમાંથી કોઇ રિવર્સ માઇગ્રેશન થયું નથી. પરંતુ આ કાયદાથી ભારતીય નાગરિકોને પરેશાની થઇ રહી છે. વર્તમાન સમયમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધો છે. બન્ને દેશો ઘણા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને વ્યક્તિગત રીતે આ કાયદાને લઇને આશ્વાસાન આપ્યું હતું.
બાંગ્લાદેશના વિદેશમંત્રી મોમેને ગત મહિને ભારત સરકાર પાસેથી ગેરકાયદે રીતે રહેતા તેમના નાગરિકોની યાદી પણ માંગી હતી જેમને પાછા બાંગ્લાદેશ આવવાની અનુમતિ આપી શકાય. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે જો કોઇ બિન બાંગ્લાદેશી CAA અને NRCની આડમાં આવવાની કોશિશ કરશે તો તેને ભગાડી દેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion