શોધખોળ કરો
બેન્કની ભૂલના કારણે એકાઉન્ટમાં આવ્યા 262 કરોડ રૂપિયા, જાણો મહિલાએ શું કર્યું?
છેલ્લા સપ્તાહમાં મહિલાએ જ્યારે પોતાનું એકાઉન્ટ ચેક કર્યું તો તે ચોંકી ઉઠી હતી. મહિલાએ ત્યારબાદ આ ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી
![બેન્કની ભૂલના કારણે એકાઉન્ટમાં આવ્યા 262 કરોડ રૂપિયા, જાણો મહિલાએ શું કર્યું? Bank accidentally deposits $37M into Texas woman's account બેન્કની ભૂલના કારણે એકાઉન્ટમાં આવ્યા 262 કરોડ રૂપિયા, જાણો મહિલાએ શું કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/16203820/rupees12-kclC-621x414%40LiveMint.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ટેક્સાસઃબેન્કની એક ભૂલના કારણે એક મહિલાના એકાઉન્ટમાં 262 કરોડ રૂપિયા ટ્રાન્સફર થઇ ગયા હતા. છેલ્લા સપ્તાહમાં મહિલાએ જ્યારે પોતાનું એકાઉન્ટ ચેક કર્યું તો તે ચોંકી ઉઠી હતી. મહિલાએ ત્યારબાદ આ ઘટનાની જાણ પોતાના પતિને કરી હતી. એકાઉન્ટમાં ખોટી રીતે મોટી રકમ ટ્રાન્સફર થઇ હોવાની ઘટના અમેરિકાના ટેક્સાસની છે. બેન્કની ભૂલના કારણે 35 વર્ષની રૂથ બેલૂન એક દિવસ માટે કરોડપતિ થઇ ગઇ હતી.
મહિલાએ એકાઉન્ટમાં મોટી રકમ જોઇને લીગેસી ટેક્સ બેન્કનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેન્કની ઓનલાઇન ચેટ બંધ હોવાના કારણે તે તરત સંપર્ક કરી શકી નહોતી. બે બાળકોની માતાએ કહ્યું કે, તે એવું વિચારતી હતી કે કોઇએ આ રકમ તેને ગીફ્ટ કરી દીધી છે. ડેઇલી મેલના અહેવાલ અનુસાર, મહિલાએ જ્યારે પોતાના પતિ બ્રિઆનને આ ઘટના અંગે વાત કરી તો તેને લાગ્યું કે આ કોઇ કૌભાંડ છે. બેન્કનો સંપર્ક કરતા ખ્યાલ આવ્યો કે ક્રિસમસના અવસર પર થયેલો આ કોઇ ચમત્કાર નથી પરંતુ બેન્ક તરફથી થયેલી મોટી ભૂલ છે.
બેન્કે જણાવ્યું કે, એક સ્ટાફે ખોટો એકાઉન્ટ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બેન્કે આ ઘટના માફી માંગી હતી અને રૂપિયા પાછા લઇ લીધા હતા. મહિલાએ કહ્યું કે, થોડી મિનિટો સુધી તો હું આ રૂપિયા ક્યાં વાપરવા તે અંગે વિચારવા લાગી હતી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)