શોધખોળ કરો

શું નેતન્યાહૂ મૃત્યુ પામ્યા? '6 આંગળીઓ' વાળા વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર AI ની ચર્ચા જગાવી

સોશિયલ મીડિયા પર યુઝર્સે વીડિયોની સચ્ચાઈ અને ઇઝરાયલના વડાપ્રધાન ક્યાં છે તે અંગે સવાલો ઉઠાવ્યા. જોકે, ફેક્ટ-ચેકર્સે આ દાવાઓને નકારી કાઢ્યા છે અને તેને માત્ર એક આંખનો ભ્રમ ગણાવ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નેતન્યાહૂના વીડિયોમાં 6 આંગળીઓ દેખાતા AI જનરેટેડ હોવાની અફવા.
  • સોશિયલ મીડિયા પર ચર્ચા, નેતન્યાહૂની સુરક્ષા અંગે સવાલો ઉઠ્યા.
  • ફેક્ટ-ચેકર્સ અને 'Grok' દ્વારા અફવાઓનું ખંડન, કેમેરા એંગલનો મામલો.
  • મધ્ય પૂર્વ યુદ્ધ વચ્ચે વીડિયો સંદેશ પર થયેલો વિવાદ.

ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધ વચ્ચે સોશિયલ મીડિયા પર એક નવી જ અફવા ફેલાઈ છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો દાવો કરી રહ્યા છે કે આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનાવેલો છે અને નેતન્યાહૂ કદાચ જીવિત નથી! વીડિયોની એક ફ્રેમમાં નેતન્યાહૂના હાથમાં 6 આંગળીઓ દેખાતી હોવાનો દાવો થતાં જ ઈન્ટરનેટ પર હડકંપ મચી ગયો છે. જોકે, હકીકતમાં આ માત્ર કેમેરા એંગલ અને લાઈટિંગનો કમાલ છે, જેને ફેક્ટ-ચેકર્સે પણ સાબિત કરી દીધું છે.

ફ્રેમ-બાય-ફ્રેમ તપાસ અને AI નો દાવો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લોકોએ આ વીડિયોને ધીમો કરીને અને ફ્રેમ-બાય-ફ્રેમ ચેક કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન એક એવો સ્ક્રીનશોટ વાયરલ થયો જેમાં નેતન્યાહૂ માઈક પાસે હાથ લાવીને ઈશારો કરી રહ્યા છે, અને તેમનો હાથ થોડો વિચિત્ર દેખાઈ રહ્યો છે. લોકોએ પકડી પાડ્યું કે હાથમાં 5 ને બદલે 6 આંગળીઓ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે AI દ્વારા જનરેટ કરાયેલા ફોટા કે વીડિયોમાં હાથની આંગળીઓમાં ભૂલ થવી એ બહુ સામાન્ય બાબત છે. બસ, પછી તો પ્લેટફોર્મ પર 'ડિજિટલ ગ્લિચ' અને એક્સ્ટ્રા આંગળીના દાવાઓ વાયરલ થવા લાગ્યા.

નેતન્યાહૂ ક્યાં છે? લોકોના ઉઠ્યા સવાલો

આ વાયરલ પોસ્ટ્સ બાદ લોકોએ નેતન્યાહૂ ક્યાં છે અને તેમની સુરક્ષા અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું.

એક વાયરલ પોસ્ટમાં સીધો દાવો કરાયો કે, "ઇઝરાયલ સરકારે બહાર પાડેલો લેટેસ્ટ વીડિયો AI થી બનાવેલો છે, કારણ કે નેતન્યાહૂને 6 આંગળીઓ છે."

બીજા ઘણા લોકોએ પૂછ્યું કે જો ઇઝરાયલી નેતા ખરેખર સુરક્ષિત છે, તો સરકાર શા માટે તેમનું AI થી બનાવેલું નકલી ભાષણ શેર કરી રહી છે?

આ વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા અને અટકળોનું બજાર એટલું ગરમ થઈ ગયું કે અમેરિકાના જાણીતા રૂઢિચુસ્ત ટીકાકાર કેન્ડેસ ઓવેન્સે પણ X પર પોસ્ટ કરીને પૂછ્યું, "બીબી ક્યાં છે?" (નેતન્યાહૂનું હુલામણું નામ બીબી છે). તેમણે એવો પણ સવાલ કર્યો કે શા માટે તેમની ઓફિસ કથિત રીતે નકલી AI વીડિયો પોસ્ટ કરીને ડિલીટ કરી રહી છે.

ફેક્ટ-ચેકર્સ અને AI ચેટબોટ 'Grok' નો ખુલાસો

આ બધી અફવાઓ વચ્ચે પ્લેટફોર્મ X ના પોતાના AI ચેટબોટ 'Grok' અને ફેક્ટ-ચેકર્સે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું.

દાવાઓને ફગાવતા Grok એ સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂને સામાન્ય માણસની જેમ બંને હાથમાં 5 જ આંગળીઓ છે. વાયરલ થઈ રહેલો સ્ક્રીનશોટ માત્ર એક 'ઓપ્ટિકલ ઈલ્યુઝન' (દ્રષ્ટિભ્રમ) છે. ભાષણ આપતી વખતે પોડિયમ પર તેમના હાથનો એંગલ અને માઈકની લાઈટિંગ એવી રીતે પડી કે જેનાથી આંગળીઓ વિકૃત અને 6 હોય તેવી દેખાઈ રહી હતી.

નોંધનીય છે કે, ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે 15 મા દિવસમાં પ્રવેશ કર્યો છે. આ જ યુદ્ધ વિશે માહિતી આપવા નેતન્યાહૂએ શુક્રવારે આ વીડિયો સંદેશ શેર કર્યો હતો, જેના પર આટલો મોટો વિવાદ ઊભો થયો.

Frequently Asked Questions

શું ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂનો વાયરલ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો છે?

ના, આ વીડિયો AI દ્વારા બનાવવામાં આવ્યો નથી. વાયરલ વીડિયોમાં નેતન્યાહૂના હાથમાં 6 આંગળીઓ દેખાતી હોવાનો દાવો ખોટો છે. આ માત્ર કેમેરા એંગલ અને લાઇટિંગનો પ્રભાવ છે.

શા માટે કેટલાક લોકો નેતન્યાહૂના વીડિયોમાં 6 આંગળીઓ જોઈ રહ્યા છે?

નેતન્યાહૂના હાથમાં 6 આંગળીઓ દેખાતી નથી, તે ફક્ત એક દ્રષ્ટિભ્રમ છે. પોડિયમ પર તેમના હાથનો એંગલ અને માઈકની લાઇટિંગ એવી રીતે પડી કે જેનાથી આંગળીઓ વિકૃત દેખાઈ રહી હતી.

શું નેતન્યાહૂની સુરક્ષા અંગે કોઈ ચિંતા છે?

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ નેતન્યાહૂની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા હતા. જોકે, ફેક્ટ-ચેકર્સ દ્વારા આ અફવાઓને ખોટી સાબિત કરવામાં આવી છે.

આ વીડિયો શા માટે શેર કરવામાં આવ્યો હતો?

ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની માહિતી આપવા માટે નેતન્યાહૂએ આ વીડિયો સંદેશ શેર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Gujarat Rain: રાજ્યના 27 જિલ્લાના 109 તાલુકામાં વરસ્યો વરસાદ, કપરાડામાં 2.5 ઈંચ 
Embed widget