શોધખોળ કરો
કેલિફોર્નિયાના જંગલમાં લાગેલી ભીષણ આગ 10 લાખ એકર સુધી ફેલાઈ, 700થી વધુ ઘર બળીને ખાખ
આ ભીષણ આગમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 700થી વધુ ઘર અને અન્ય મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગના કારણે અત્યાર સુધી હજારો લોકો બેઘર થઈ ગયા છે.

સેન ફ્રાન્સિસ્કો: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગે વિકારણ સ્વરૂપ ધારણ કરી લીધું છે. માત્ર એક અઠવાડિયામાં લગભગ 10 લાખ એકરમાં ફેલાઈ ગઈ છે અને હજારો ઘરો નષ્ટ થઈ ચૂક્યાં છે. આગનો રોકવા માટે ફાયર ફાઈટર સતત પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, આ સપ્તાહમાં નવી આગની આશંકા વ્યક્ત કરાઈ છે, જેનાથી ફાયરના કર્મીઓની ચિંતા વધી ગઈ છે. આ આફતનો સામનો કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સહાયતા પ્રદાન કરવા માટે એક મોટી આપત્તિની ઘોષણા કરી છે. રાજ્યના ગવર્નર ગેવિન ન્યૂજોમે કહ્યું કે, આ જાહેરાત આ આપત્તિના સમયમાં આગથી પ્રભાવિત કાઉન્ટી લોકોના આવાસ અને અન્ય સામાજિક સેવાઓ પુરી પાડવામાં મદદ કરશે.. કેલિફોર્નિયામાં ફેલાયેલી આ ભયંકર આગમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 700થી વધુ ઘર અને અન્ય મકાનો આગમાં બળીને ખાખ થઈ ગયા છે. આગના કારણે અત્યાર સુધી હજારો લોકો બેઘર થઈ ગયા છે. અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે રવિવાર સવારથી લઈને સોમવાર બોપર સુધી ખાડી ક્ષેત્રમાં અને સેન્ટ્રલ કોસ્ટ પાસે વધુ ભયંકર આગ લાગવાની ચેતવણી જાહેર કરી છે.
વધુ વાંચો





















