California Sikh Family Murder : અપહરણ કરાયેલા ભારતીય પરિવારની લાશો મળી, કેલિફોર્નિયામાં આઠ મહિનાની બાળકી સહિત 4નું થયું હતું અપહરણ
ગઈ કાલે અમેરિકાના કેલિફોર્નિયાથી મૂળ ભારતીય પરિવારનું અપહરણ કરાયું હતું. ત્યારે આજે ચારેય પરિવારના સભ્યોની લાશ મળી આવી છે. જેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
California Sikh Family Murder : ગઈ કાલે અમેરિકાના કેલિફોર્નિયાથી મૂળ ભારતીય પરિવારનું અપહરણ કરાયું હતું. ત્યારે આજે ચારેય પરિવારના સભ્યોની લાશ મળી આવી છે. જેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે.
મૃતક પરિવાર પંજાબના હોશિયારપુર જિલ્લાના ટાંડાના હરસી ગામનો રહેવાસી હતો. મર્સિડ કાઉન્ટીમાંથી સોમવારે 36 વર્ષના જસદીપ સિંહ, તેની પત્ની જસલીન કૌર (27 વર્ષ) અને પુત્રી આરોહી (8 વર્ષ) અને ભાઈ અમનદીપ સિંહ (39 વર્ષ)નું અપહરણ કરાયું હતું. કેલિફોર્નિયા પોલીસે આ કેસમાં 48 વર્ષના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ પોતે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે તેની હાલત પણ નાજુક છે.
અપહરણ કરાયેલ ભારતીય મૂળના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેયના મૃતદેહ બુધવારે સાંજે ઇન્ડિયાના રોડ અને હચિન્સન રોડ નજીકના પાર્કમાંથી મળી આવ્યા હતા. ચારેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આરોપીએ પરિવારને બળજબરીથી ટ્રકમાં બેસાડી દીધો હતો.
United States | An Indian-origin family, including an 8-month-old child, who were kidnapped on Monday were found dead in California
The kidnapped family of four, including an 8-month-old child, was found dead in California, reported CNN citing authorities — ANI (@ANI) October 6, 2022
ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું હતું. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. તેમના સંબંધીનું કહેવું છે કે, તેમની ઓફિસથી 20થી 25 કિ.મી. દૂર કાર સળગેલી હાલતમાં મળી આવી છે. તેમના મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ખંડણી માટે કોઈ કોલ આવ્યો નથી. જોકે, આજે તેમની લાશો મળી આવી છે.
Surat Crime : પત્નીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડીને પછી એવો આવ્યો અંજામ કે જાણીને ચોંકી જશો
Surat Crime : સુરતની ઉગત કેનાલ રોડના યુવાનના આપઘાત પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પત્નીના અનૈતિક સંબંધને કારણે પતિએ આપઘાત કર્યો હતો. પત્નીના પ્રેમી દ્વારા અવારનવાર મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી. પત્નીના અનૈતિક સંબંધ વિશે તેના માતા-પિતાને જણાવતા તેઓએ પણ દીકરીને મદદ કરી યુવકને ધમકી આપી હતી.
આપઘાત પૂર્વે યુવકે વીડિયો બનાવી સમગ્ર બાબતનો ઉલ્લેખ કર્યો હતો. યુવકના આપઘાત પ્રકરણમાં રાંદેર પોલીસે સાસુ-સસરાની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Mehsana : યુવતીને ખેતરમાં લઈ જઈ પાંચ પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ, નોંધાવી પોલીસ ફરિયાદ
મહેસાણાઃ મહેસાણા જીલ્લામાં ફરી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉંઝાના ભાખર ગામની સીમમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. સિદ્ધપુરની યુવતી ઉંઝા આવતા તેને રીક્ષામાં બેસાડી ભાખર ગામની સીમમાં લઇ જઇ પાંચ લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગામ પાસે એક ખેતરની ઓરડીમાં સામૂહિક દુષ્કર્મ આચરાયું હતું.
ભોગ બનનાર મહિલા ઉંઝા પોલિસ મથક પર પહોંચી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉંઝા પોલીસે પાંચ લોકો સામે પોલિસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Gujarat Election : ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ઉઠ્યા વિરોધના સૂર? કયા સમાજે કર્યો વિરોધ?
Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક કડવા અનુભવ થઈ રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યનો ઉત્તર ગુજરાતમાં વિરોધ થયો છે. થરાદ વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્ય સામે વિરોધનાં સૂર જોવા મળ્યા છે. 2019 થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થરાદમાંથી ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજન સમયે થરાદ વિધાનસભાના ઠાકોર સમાજ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો. યુવા કોંગ્રેસની ચૂંટણીમાં ઠાકોર સમાજના આગેવાન પ્રધાનજી ઠાકોર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે થરાદ ધારાસભ્યે તેમને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યાના આક્ષેપ થયા છે. ઠાકોર સમાજનો વિરોધ સામે આવતા કોંગ્રેસ માટે કપરા ચઢાણ. થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતની મુશ્કેલી વધી છે.