હિંદુઓ સાથે બદલ્યો લઇ રહ્યું છે કેનેડા! દિવાળીની ઉજવણી પર લગાવી રોક, જાણો સમગ્ર ઘટના?
કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે
Canada Diwali: હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી જેની અસર હવે ત્યાં રહેતા હિન્દુઓ પર જોવા મળી રહી છે. કેનેડા સરકારે ત્યાં દિવાળી ફેસ્ટિવલ રદ્દ કરી દીધો છે. વાસ્તવમા કેનેડાના વિપક્ષી નેતા પિયરે પોઈલીવરે અને કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા 2024ની દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પછી હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કેનેડિયન હિંદુ ફોરમે આ પગલાની નિંદા કરી છે અને તેને કેનેડાના વિવિધ સાંસ્કૃતિક સમુદાયો પ્રત્યે સંવેદનહીનતાનું પ્રતિક ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પ્રકાશ અને એકતાના તહેવાર એવા દિવાળીની ઉજવણી ન કરવી એ સમુદાયના એક મોટા વર્ગની ઉપેક્ષા છે.
કેનેડા હિન્દુ ફોરમનું માનવું છે કે દિવાળીની ઉજવણી રદ કરવાનો નિર્ણય રાજકીય તુષ્ટિકરણનું પરિણામ છે. તેમણે એમ પણ કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ જેવા લોકોએ આ તહેવારનું સન્માન કર્યું છે, પરંતુ કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાએ સમુદાયોની લાગણીઓને અવગણી છે. આ નિર્ણય દર્શાવે છે કે કેટલાક નેતાઓ માટે સાંસ્કૃતિક સમારંભો અને ધાર્મિક મહત્વને રાજકારણ સામે ઓછું સ્થાન છે.
કેનેડાના વૈવિધ્યસભર સમાજમાં યોગદાન આપતો સમુદાય
કેનેડામાં હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન સમુદાયો આશરે 2.5 મિલિયનની વસ્તી સાથે એક મહત્વપૂર્ણ સામાજિક અને સાંસ્કૃતિક સ્તંભનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમુદાયો વિજ્ઞાન, શિક્ષણ, આરોગ્ય અને વ્યવસાય જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તેમને અવગણવાનો અર્થ છે કેનેડાની સંસ્કૃતિ અને વિકાસમાં તેમની ભૂમિકાને અવગણવી. આ સંદર્ભમાં હિંદુ ફોરમે આ નિર્ણયને કેનેડિયન સમાજ માટે નબળો મુદ્દો ગણાવ્યો છે.
કેનેડિયન હિન્દુ ફોરમે યોગ્ય નેતા પસંદ કરવાની સલાહ આપી
કેનેડિયન હિંદુ ફોરમનું કહેવું છે કે આગામી ચૂંટણીઓમાં આ સમુદાયો એકસાથે આવે અને તેમના સાંસ્કૃતિક અધિકારો અને મૂલ્યોનું રક્ષણ કરવા યોગ્ય નેતાની પસંદગી કરે તે જરૂરી બની જાય છે. તેમણે કહ્યું કે સમુદાયોએ હવે એવા નેતાઓને સમર્થન આપવું જોઈએ જેઓ વિવિધતા અને સંસ્કૃતિનું સન્માન કરે છે અને તેમની ભાવનાઓને સમજે છે.