China: ચીનમાં શોપિંગ મોલમાં ભીષણ આગ લાગતા 16 લોકો બળીને ખાખ
China Shopping Mall Fire: ચીનમાં બુધવારે (17 જુલાઈ) એક મોટી દુર્ઘટના ઘટી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા.
China Shopping Mall Fire: ચીનમાં બુધવારે (17 જુલાઈ) એક મોટી દુર્ઘટના ઘટી. ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગના એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 16 લોકોના મોત થયા હતા. ચીનના સરકારી મીડિયા અનુસાર સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં 14 માળની ઈમારતમાં આગ લાગી હતી. જેના કારણે અનેક લોકો બિલ્ડીંગની અંદર ફસાઈ ગયા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ઈમારતમાંથી કાળો ધુમાડો નીકળતો સ્પષ્ટ જોઈ શકાય છે.
Eight killed after fire breaks out at shopping mall in China
— ANI Digital (@ani_digital) July 18, 2024
Read @ANI Story | https://t.co/vJAxtimiQ6 #China #fire #shoppingmall pic.twitter.com/EOo1V3xvbo
સરકારી મીડિયા સીસીટીવી અનુસાર, આગની માહિતી મળતાની સાથે જ 300 ઈમરજન્સી કર્મચારીઓ અને ડઝનબંધ ફાયર એન્જિન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ 30 લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગનું કારણ કન્ટ્રક્શન કામ હતું, જેના કારણે સ્પાર્ક થયો અને પછી આગ ફાટી નીકળી. જો કે હજુ સુધી સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
અકસ્માત પાછળનું કારણ જાણવા સૂચનાઓ મળી
ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું. તેમજ આ અકસ્માતમાંથી બોધપાઠ શીખો, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને. ચીનમાં આવા અકસ્માતો સામાન્ય બની ગયા છે. ભૂતકાળમાં ઇમારતોમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે, જેમાં ડઝનેક લોકોના મોત થયા છે. ઇમારતો બાંધતી વખતે નિયમોનું પાલન ન કરવું એ આગનું મુખ્ય કારણ છે.
જુઓ આગનો વીડિયો
A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.
— Steve Hanke (@steve_hanke) July 17, 2024
More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ ઉછળતી જોઈ શકાય છે. કાળો ધુમાડો પણ નીકળી રહ્યો છે, જે દૂરથી દેખાઈ રહ્યો છે. આગ ઓલવવા માટે અગ્નિશમન દળના જવાનોએ v માત્ર પાઈપનો સહારો લીધો પરંતુ ડ્રોન દ્વારા આગ ઓલવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી.