શોધખોળ કરો
ચીન ફસાયુ, અમેરિકા-બ્રિટન-ફ્રાન્સે મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવા આપ્યુ અલ્ટિમેટમ, જાણો વિગતે
કાઉન્સિલમાં આ પ્રસ્તાવને અનૌપચારિક રીતે લગભગ 15 દેશોમાં મોકલવામાં આવ્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસી) પ્રતિબંધ કમિટી થોડાક દિવસો બાદ ફરીથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા વિચાર-વિમર્શ અને સહમતી બનાવવા કોશિશ કરશે

નવી દિલ્હીઃ પાકિસ્તાન સમર્થિત જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ)ના પ્રમુખ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વૈશ્વિક આતંકી જાહેર કરવાની કવાયત તેજ કરવા માટે ભારતને સફળતા મળી છે. આ મામલે ભારતને અમેરિકા, બ્રિટન, ફ્રાન્સનો સાથ મળ્યો છે. યુએન સુરક્ષા પરીષદના સ્થાયી સભ્ય અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને મસૂદ અઝહર વિરુદ્ધ બેન પ્રસ્તાવમાં અડંગો નાંખવા માટે ચીનને અલ્ટીમેટમ આપી દીધુ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકા, બ્રિટેન અને ફ્રાન્સ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પક્ષમાં છે, જ્યારે ચીન પોતાની વિશેષ તાકાતથી વીટો વાપરીને તેને બચાવી રહ્યુ છે. આ મામલે હવે આ દેશોએ ચીનને 23 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે. જોકે યુએનમાં બેન પ્રસ્તાવને પાસ કરાવવાને લઇને મળેલા અલ્ટીમેટમ પર ચીને પોતાની કોઇ સ્પષ્ટતા આપી નથી.
રિપોર્ટ છે કે કાઉન્સિલમાં આ પ્રસ્તાવને અનૌપચારિક રીતે લગભગ 15 દેશોમાં મોકલવામાં આવ્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસી) પ્રતિબંધ કમિટી થોડાક દિવસો બાદ ફરીથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા વિચાર-વિમર્શ અને સહમતી બનાવવા કોશિશ કરશે. નોંધનીય છે કે ભારતમાં થયેલા પુલવામા એટેક પાછળ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરનો હાથ હોવાનુ બહાર આવ્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. આ બાદ બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે.
રિપોર્ટ છે કે કાઉન્સિલમાં આ પ્રસ્તાવને અનૌપચારિક રીતે લગભગ 15 દેશોમાં મોકલવામાં આવ્યો છે. જેથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસી) પ્રતિબંધ કમિટી થોડાક દિવસો બાદ ફરીથી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવા વિચાર-વિમર્શ અને સહમતી બનાવવા કોશિશ કરશે. નોંધનીય છે કે ભારતમાં થયેલા પુલવામા એટેક પાછળ જૈશ-એ-મોહમ્મદના આતંકી મસૂદ અઝહરનો હાથ હોવાનુ બહાર આવ્યુ હતુ. ત્યારબાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરીને આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. આ બાદ બન્ને દેશો વચ્ચે તનાવ સતત વધી રહ્યો છે. વધુ વાંચો





















